રાજયમાં આમ તો દારૂબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે આ દારૂના જથ્થાને ગોડાઉનમાં સાચવવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગરના સે-૭ પોલીસના નાક નીચે જ સેકટર-૪ પાસે જ ફાર્મહાઉસમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડાયો હોવાની બાતમી સ્ટેટ વીઝીલન્સની ટીમને મળી હતી જેના પગલે આજે સવારે દરોડો પાડીને વિદેશી દારૂની ૧૬૮૬ બોટલ તેમજ કાર મળી કુલ દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે. આ મામલે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેરના સે-૭ પોલીસની હદમાં આવેલા સેકટર-૪ પાસે વી.આર.પટેલ ફાર્મમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી જેના આધારે આ ટીમે દરોડો પાડતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતાં વિદેશી દારૂની કુલ ૧૬૮૬ બોટલ અને જે કારમાં દારૂ પડયો હતો તે કાર પણ કબ્જે કરીને કુલ દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. (Suggestive Pic)

