ભારત, ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ કોઇ વખતે તો અફઘાનિસ્તાનના આતંકીઓ સામે લડવું જ પડશે, એમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહીને ઉમેર્યું હતું કે હાલમાં આતંકીઓ સામે સાત હજાર માઇલ દૂર બેસીને પણ અમેરિકા એકલું જ તેમની સામે લડે છે. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે અન્ય દેશો અફઘાનિસ્તાની આતંકીઓ સામે લડવા ખૂબ ઓછા પ્રયાસો અને સહાય કરે છે.
‘ એક ચોક્કસ સમયે રશિયા, અફઘાનિસ્તાન,ઇરાન, ઇરાક અને તુર્કીએ પણ તેમની વિરૂધ્ધ યુધ્ધ્ તો કરવું જ પડશે. અમે ખિલાફતને સો ટકા ખલાસ કરી દીધી. અમે રેર્કોર્ડ સમયમા તેમને પુરા કર્યા હતા. પરંતુ એક ચોક્કસ સમયે આ તમામ દેશોએ આઇએસઆઇએસ સામે લડવું તો પડશે જ. અમે તેમને પુરા કરી દીધા છે’એમ અફઘાનિસ્તામાં આઇએસના ફરીથી સક્રિય થવાના એક સવાલના જવાબમાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તમામ દેશોએ આતંકીઓ સામે લડવું જ પડશે, કારણ કે શું તમે એમ ઇચ્છો છો કે અમે ત્યાં બીજા 19 વર્ષ રહીએ?મને એવું નથી લાગતું.
આમ એક ચોક્કસ સમયે ઉપરોક્ત તમામ દેશોએ અફઘાની આતંકીઓ સામે યુધ્ધ કરવું જ પડશે. યુધ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન ટુકડીઓને પાછી નહીં ખેંચાય અને તાલીબાનો અફઘાનિસ્તાન પર કબજો ના લઇ લે તે અટકાવવા કોઇએ તો ત્યાં રહેવું પડશે તેવા નિવેદનના એક દિવસ પછી જ તેમણે આ મુજબ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકા તો સાત હજાર માઇલ દૂર હોવા છતાં અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે યુધ્ધ કરે છે જ્યારે ભારત અને પાકિસ્તાન પાડોશીઓ હોવા છતાં પણ ત્યાં લડવા જતા નથી.’ભારતની ત્યાં હાજરી છે જ. છતાં તેઓ આતંકીઓ સામે લડતા નથી. અમે લડીએ છીએ. પાકિસ્તાન તો પાડોશી છે છતાં નથી લડતો. તેઓ ખૂબ ઓછી કાર્યવાહી કરે છે. આ યોગ્ય નથી.અમે તો સાત હજાર માઇલ દૂર છીએ’. ‘અમને આઇએસ અંગે વધુ કંઇ સાંભળવા મળતું નથી. અમે ખિલાફતને સો ટકા ખલાસ કરી દીધી. જ્યારે મેં સત્તા સંભાળી તો 98 ટકા પુરી હતી હવે સો ટકા પુરી થઇ છે. હવે અમારે અમેરિકા પાછા ફરવું જોઇએ, અન્ય દેશોને લડવા દો. પણ તેઓ કહે છે કે આઇએસને ખલાસ કરવા માટે સો વર્ષ લાગશે. મને તેમની વિરૂધ્ધ કામગીરી કરતાં માત્ર મહિનો જ લાગ્યો હતો અને તેઓ ભાગી ગયા’.એમ તેમણે ક્હયું હતું.