કચ્છમાં ઘૂસ્યા પાકિસ્તાની કમાન્ડો, રાજ્યના તમામ બંદરો હાઇ એલર્ટ પર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગુજરાતના કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી પ્રશિક્ષિત કમાન્ડો ઘૂણખોરીની આશંકાને લઇને હાઇએલર્ટ જારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ રાજ્યના તમામ બંદરોને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ તમામ બંદરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર પાક.ના કમાન્ડો ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. ઇનપુટ બાદ બીએસએફ અને કોર્ટ ગાર્ડને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યાં છે. આંતકવાદી હુમલાના ઇનપુટ બાદ બંદરો ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અદાણી પોર્ટે જણાવ્યું કે કોસ્ટ ગાર્ડ તરફથી સુચના મળી છે કે પાકિસ્તાનથી પ્રશિક્ષિત કમાન્ડો હરામી નાળા ક્રિક વિસ્તારમાંથી કચ્છની ખાડીમાં ઘૂસી ગયા છે. ગુજરાતમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.

સુત્રો અનુસાર એસએસજી કમાન્ડોને જે પદ માટે તૈનાત કરવામાં આવ્યાં છે તેને ઇકબાલ-બાજવાના નામથી ઓળખાય છે. આ કમાન્ડોનો ઉપયોગ કચ્ચમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી શકે છે. એસએસજી કમાન્ડોને બોર્ડર એક્શન ટીમ (બેટ)નો જ ભાગ હોવાનું કહેવામાં આવે છે. પાકિસ્તાન તરફથી આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 રદ કરવાને કારણે કરવામાં આવી રહીં છે.