નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન બેન્કો સાથે 71 હજાર કરોડ રુપિયાના કૌભાંડ: RBIનો વાર્ષિક અહેવાલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71, 542.93 કરોડ રુપિયાના કૌભાંડના 6,801 મામલાઓ બન્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં વર્તમાન ચલણ 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે.

RBIએ એ પણ જણાવ્યું હતું કે, સ્થાનિક માંગમાં ઘટાડો થવાના કારણે આર્થિક વ્યવહારો સુસ્ત થયા છે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે વ્યક્તિગત રોકાણો વધારવાની જરુરિયાત છે. RBI મુજબ IL&FS સંકટ પથી NBFCથી વાણિજ્ય ક્ષેત્રના ઋણ પ્રવાહમાં 20 ટકાનો ઘટાડો થયો છે.

આ રિપોર્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે જેમાં કેન્દ્રીય બેન્કના કામકાજ તથા સંચાલનના વિશ્લેષણ સાથે અર્થવ્યવસ્થાની પરિસ્થિતિમાં સુધાર માટે વિચારો આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, RBIએ વિતેલા દિવસોમાં ડિવિડેન્ડ અને સરપ્લસ ફંડમાંથી સરકારને 1.76 લાખ કરોડ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી. આ ભંડોળનો ઉપયોગ સરકાર અર્થવ્યવસ્થામાં મંદીના ઉકેલમાં કરી શકે છે. RBIઆ ભંડોળનો મોટો હિસ્સો 1.23 લાખ કરોજ રુપિયા સરપ્લસ ફંડથી અને બાકીનું ભંડોશ 52,637 કરોડ રુપિયા સરપ્લસ રિઝર્વમાંથી ટ્રાન્સફર કરશે.