નિવૃત્તિ / PM મોદીના મહત્વના અધિકારી થઈ રહ્યાં છે રિટાયર, હવે પી.કે સિંહા સ્પેશ્યલ ડ્યુટી પર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા રિટાયર થઈ રહ્યાં છે. હકીકતમાં તેમણે કાર્યથી મુક્ત કરવા માટે અનુરોધ કર્યો હતો જેનો પીએમ મોદીએ સ્વીકાર કરી લીધો છે. જો કે આ સાથે જ પીએમ મોદીએ પૂર્વ કેબિનેટ સચિવ પી.કે સિન્હાને PMOમાં ઑફિસ ઑન સ્પેશ્યલ ડ્યુટી નિયુક્ત કર્યા છે.

મિશ્રાની કાર્ય મુક્તિની પુષ્ટિ ખુદ PM મોદીએ ટ્વિટર પર કરી છે. તેમના મુજબ તેઓ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે 2019ની ચૂંટણી જીત્યા બાદ નૃપેન્દ્ર મિશ્રાએ પોતાને પ્રિન્સિપલ સેક્રેટરી પદથી સેવામુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારે મેં તેમને વૈકલ્પિક વ્યવસ્થા થવા પર પદ પર બની રહેવા આગ્રહ કર્યો હતો.

તેમણે આગળ લખ્યું કે 2014માં જ્યારે મેં પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સંભાળી ત્યારે મારા માટે દિલ્હી પણ નવું હતું અને નૃપેન્દ્ર મિશ્રા પણ નવા હતાં. પરંતુ દિલ્હીની શાસન-વ્યવસ્થાથી ઘણું-ખરું પરિચિત હતાં. તે પરિસ્થિતિમાં પ્રિન્સિપલ સેક્રેટરીના સ્વલરૂપે પોતાની બહુમૂલ્ય સેવાઓ અપી હતી.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા ત્યારે તેમને નૃપેન્દ્ર મિશ્રા પાસેથી ઘણી મદદ મળી. તેમણે કહ્યું કે તે સમયે ન માત્ર તેમણે મને વ્યક્તિગતરૂપે મારી મદદ કરી પરંતુ 5 વર્ષ દેશને આગળ લઈ જવામાં, જનતાનો વિશ્વાસ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, એક સાથીના રૂપમાં 5 વર્ષ સુધી તેમણે મારો સાથ આપ્યો.