દેશ માટે શું કરવું, કેવી રીતે કરવું એ બધા જ નિર્ણયો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આ 5 વ્યક્તિઓને સાચે ચર્ચા કર્યા વગર એક પગલુ પણ ભરતા નથી. આ પાંચ લોકો ઈમરાન ખાનની આંખ અને કાન બંન્ને છે જે દરેક નિર્ણયમાં તેમની સાથે હોય છે. આ પાંચેય લોકો હાલમાં તેમની કેબિનેટના સલાહકાર છે. તો જાણે કોણ છે ઈમરાન ખાનના આ 5 નજીકના અધિકારીઓ.
1 અબ્દુલ રઝાક દાઉદ
કોમર્સ, ટેક્ષટાઈલ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પ્રોડક્શન અને ઈન્વેસ્ટમેંટ વિભાગ સાથે સંબંધીત દરેક સહાલ રઝાક જ ઈમરાન ખાનને આપે છે. અબ્દુલ રઝાક પાકિસ્તાનના જાણીતા ઈકોનોમિક એક્સપર્ટ છે. તે એક મોટા ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. પરવેઝ મુશર્રફની સરકારમાં 1999થી 2002 દરમિયાન કોમર્સ મિનિસ્ટર રહી ચુક્યા છે. તેઓ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે.
- બાબર અવાન
બાબર અવાન પીપીપીના પૂર્વ વફાદાર પણ છે અને બાદમાં પાર્ટી સાથે મતભેદ થતા તેઓ પીટીઆઈમાં શામેલ થઈ ગયા હતાં. તેઓ પૂર્વ વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીની પીપીપીના નેત્વૃત્વ હેઠળની કેબિનેટમાં કાયદા મંત્રી રહી ચુક્યા છે. તેઓ પાકિસ્તાનના એડિશનલ ડેપ્યુટી જનરલ પણ રહી ચુક્યા છે.
3 અમીન અસલમ
જળવાયુ પરિવર્તન પર વડાપ્રધાન ઈમરાન ખાનના તેઓ સલાહકાર છે. અસલમ મુશર્રફના કાર્યકાળમાં એક મંત્રી તરીકે પણ કામ કર્યું છે. અસલમ વર્ષ 2002 થી 2007 સુધી પર્યાવરણ રાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે.
4, ઈશરત હુસૈન
સંસ્થાગત સુધાર અને અસ્થિરતા પર પીએમના સલાહકાર છે. તેઓ મુશર્રફ શાસન દરમિયાન પાકિસ્તાન સ્ટેટ બેંકના વગર્નર તરીકે પણ રહી ચુક્યા છે. ડૉ ઈશરત એક જાણીતા બેંકર અને અર્થશાસ્ત્રી છે. તેમણે બોસ્ટન યૂનિવર્સિટીમાંથી પીએચડી પૂરી કર્યા બાદ વર્લ્ડ બેંક, લાઈબેરિયા માટે પોતાના દેશાના અર્થશાસ્ત્રી તરીકે કામ કર્યું છે. આ ઉપરાંત એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટે મુખ્ય અર્થશાસ્ત્રી અને મધ્ય એશિયાઈ ક્ષેત્રના પ્રમુખ તરીકે કામ કરી ચુક્યા છે.
5 મુહમ્મદ શહઝાદ
મુહમ્મદ શહઝાદ એક સીનિયર બ્યૂરોકેટ્સ છે. તેમને ઈસ્ટેબલિશમેંટના એડવાઈઝરનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. મિનિસ્ટ્ર્રી ઓફ સ્ટેટ એંડ ફ્રંટિયર રીઝનમાં તેઓ ફેડરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેઓ ખૈબર પૂખ્તૂંખ્વામાં ચીફ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.

