સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની મુશ્કેલીઓમાં થઈ શકે વધારો, દિલ્હી પોલીસે કરી છે આવી અપીલ

મુખ્ય સમાચાર રાજકીય

સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ શશી થરૂર વિરૂદ્ધ સુનંદાને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે થરૂર વિરૂદ્ધ આઇપીસીની કલમ 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે. બીજી તરફ સુનંદા પુષ્કરના ભાઇ આશિષ દાસે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુનંદા પોતાની વૈવાહિક જિંદગીથી ખૂબ જ ખુશ હતી. પરંતુ છેલ્લા દિવસોમાં તે ઘણી પરેશાન રહેતી હતી. તે ક્યારેય આત્મહત્યા કરવા અંગે વિચારી શકે નહીં. જોકે શશી થરૂરના વકીલ વિકાસ પાહવાએ દિલ્હી પોલીસના આરોપો ખોટા અને મનઘડંત ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની ફાઇવસ્ટાર હોટલ લીલા પેલેસમાંથી સુનંદા પુષ્કરનું સંદિગ્ધ હાલતમાં મોત થયું હતું. જે બાદ શશી થરૂર પર સુનંદાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા તેમજ તેણીનું માનસિક ઉત્પીડન કરવાનો આરોપ છે.