કુલભૂષણ જાધવ મામલે ભારત વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને પોતાની વાત મૂકી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે ભારત કુલભૂષણ જાધવ મામલે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પાસે જશે. તેમને જણાવ્યું હતું કે આઈસીઝે ફૂલ ઈમ્પલીમેંશન કરે.
ગુરુવારના રોજ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને પાકિસ્તાનને બીજી વખત કોન્સ્યુલર એક્સેસ આપવા માટે ના પાડી દીધી હતી. આ અંગી પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો. મહોમ્મદ ફૈસલ જણાવ્યું હતું કે કુલભૂષણ જાધવને બીજીવાર કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવશે નહીં.
રવીશ કુમારે જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરના રોજ કોન્સ્યુલર એક્સેસ મળ્યું હતું જે આઈસીજેના નિર્દેશ પર મળ્યું હતું અને પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તેઓ આઈસીજેના આદેશનું પાલન કરી રહ્યા છે. અમે નિવેદન જોયું છે અને અમે પાકિસ્તાનના સંપર્કમાં છીએ. આનાથી વધારે કશું કહેવું સારું નથી. કુલભૂષણ જાધવ અંગે ડિપ્લોમેટિક ચેનલ થ્રુ વાત કરવામાં આવશે.
કરતારપૂર અંગે પણ જણાવતા રવીશકુમારે કહ્યું હતું કે કરતારપુર પર અમને આશા છે કે પાકિસ્તાન તરફથી જે ઈશ્યુ છે એ જલ્દી જ રિસોલ્વ કરવામાં આવશે. આશા છે કે પાકિસ્તાન આ અંગે થોડી ફ્લેક્સિબિલિટી જણાવશે. કરતારપુર કોરિડોરને લઈને ભારત સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.