જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપેલા ઝાટકા બાદ અમેરિકા વધુ એક ઝાટકો આપવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ટ્રમ્પ સિવાય આ કાર્યક્રમમાં અમેરિકાના 60થી વધારે સાંસદો હાજરી આપશે. આ કાર્યક્રમ 22મી સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જેમા 50 હજારથી વધારે લોકો હાજરી આપશે. મળતી માહિતી પ્રમાણે હ્યૂસ્ટનના સૌથી મોટા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં આ પ્રકારનો કાર્યક્રમ હજી સુધી યોજાયો નથી. આ પ્રકારના કાર્યક્રમનું પહેલીવાર આયોજન કરવામાં આવી રહ્યુ છે. કાર્યક્રમમાં માટે અલગથી વેબસાઈટ બનાવવામાં આવી છે. અને સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે.
