ડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અગાઉ સરદાર સરોવર ડૅમ ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે.
કેવડિયા કૉલોની ખાતે આવેલા સરદાર સરોવર ડૅમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે.
અત્યાર સુધી ડૅમમાં કુલ સાત લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મી તારીખે ગુજરાત આવશે. તેઓ સરદાર સરોવર ડૅમની મુલાકાત લઈને પૂજાવિધિ કરશે.
17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.
તેમની સાથે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત સરકારના મંત્રીઓ અને અધિકારી પણ કેવડિયા કૉલોની આવશે.
ગુજરાત સરકાર ‘નમામી દેવી નર્મદે મહોત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજશે.
ગુજરાતમાં આ વખતે સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે.

