2018માં 43,600 લોકો હેલમેટ વિના ટુ-વ્હિલર ચલાવતાં મૃત્યુ પામ્યાં

મુખ્ય સમાચાર

હાલ દેશભરમાં અને ગુજરાતમાં ટ્રાફિકના દંડની રકમમાં વધારો થયો છે. અનેક જગ્યાએ લોકોએ હેલમેટ અને પીયુસી લેવા માટે લાઇનો લગાવી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગયા વર્ષે 2018માં હેલમેટ વિના ટુ-વ્હીલર ચલાવતા 43,600 લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં.

આ મોતનો આંકડો 2017ના વર્ષ કરતાં 21 ટકા વધારે હતો. 2017માં હેલમેટ વિના અકસ્માતમાં 35,975 લોકોનાં મોત થયાં હતાં.

આ સમયગાળામાં મોટરસાઇકલની પાછળ હેલમેટ વિના બેઠેલા 15,360 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

તો ગુજરાતમાં હેલમેટ વિના ટુ-વ્હિલર ડ્રાઇવ કરી રહેલા 958 લોકો ગયા વર્ષે અકસ્માતમાં મોતને ભેટ્યા હતા.