મારૂતિના ચેરમેને કહ્યું- યુવાઓ ઓલા-ઉબરનો વિકલ્પ પસંદ કરી રહ્યાં છે, નાણાંમંત્રી 100 ટકા સાચા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઓલા-ઉબરના કારણે વાહનોની ખરીદી ઘટી હોવાના નાણાંમંત્રી નિર્મલા સીતારમણના નિવેદનનું દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિના ચેરમેન આર.સી ભાર્ગવે સમર્થન કર્યું છે. ભાર્ગવે મિંટ અખબારમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે નાણાંમંત્રીની વાત 100 ટકા સાચી છે. યુવાઓ કાર ખરીદવાની જગ્યાએ ઓલા અને ઉબર બૂક કરીને તેમની પસંદગીના ગેઝેટ્સ માટે પૈસા બચાવી શકે છે. નાણાંમંત્રીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે યુવાઓ ઓલા-ઉબરનો વધારે ઉપયોગ કરે છે તે પણ ગાડીઓનું વેચાણ ઘટવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. આ નિવેદન પર કોંગ્રેસ અને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ ટીકા કરી હતી.