જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી તેવા HowdyModi કાર્યક્રમની અમેરિકાના હ્યુસ્ટનમાં શરૂઆત થઈ ચુકી છે. ભારતીય નૃત્યો સાથેના રંગારંગ કાર્યક્રમોની શરૂઆત થઈ ચુકી છે. અમેરિકામાં ભારતીયોના અનેક ગઢમાંના એક હ્યુસ્ટનમાં એનઆરઆઇ સમુદાય પહોંચી ચુક્યો છે.
હ્યુસ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીયોઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવવા નીકળી ગયા છે. આ કાર્યક્રમને લઈને અમેરિકામાં જોરદાર ઉત્સાહ છે. પીએમ મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. મોદી એનઆરજી સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર મેદનીએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. અમેરિકા સ્થિત શીખોના પ્રતિનિધિઓ હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતાનિધિઓ હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ માટે એસઆઇટી સ્થાપવા બદલ તેમનો આભાર માન્યો હતો.