અહીં સ્થાનિકોના વિરોધના કારણે કોલ ઇન્ડિયાના યુનિટ, મહાનન્દી કોલફિલ્ડ લિમિટેડ(MCL)માં મંગળવારે 2.7 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. આ ઘટના એક બકરીના મૃત્યુ બાદ બની હતી. કંપનીના પ્રવક્તાએ આ માહિતી જાહેર કરી છે.
MCLના પ્રવક્તા દિકન મેહરાએ નિવેદનમાં કહ્યું, ”આ આશ્વર્યજનક છે પણ એ હકીકત છે કે એક બકરી તમને આટલું નુકશાન કરી શકે. ”
અહીંના ટેલ્શર કોલફિલ્ડમાં કોલાસાની માઇનિંગનું કામ ચાલે છે. ત્યાંથી કોલાસાના પરિવહનની કામગીરીને બંધ કરવી પડી હતી કારણ કે આ ફિલ્ડમાં કોઇ અકસ્માતના લીધે એક બકરીનું મૃત્યુ થયું હતું. આ કામગીરી સાડા ત્રણ કલાક બંધ થઇ હતી જે બાદમાં પોલીસની દરમિયાનગીરી બાદ ચાલુ થઇ શકી હતી. કોલ ઇન્ડિયાએ લોકલ પોલીસ સ્ટેશનમાં વિરોધ કરનારા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
મેહરાએ તેના નિવેદનમાં કહ્યું, ”અહીં રહેતા સ્થાનિકો જાણીજોઇને પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસીને કોલસો અને લાકડુ લેવા આવે છે અને તેમના પ્રાણીઓ ચરાવે છે જે એક ચિંતાનો વિષય છે. ”