તુર્કીએ સિરીયામાં મિલિટરી ઓપરેશનના ભાગરૂપે એરસ્ટ્રાઇક શરુ કરી, અમેરિકાએ એક્શન માટે જવાબદારી સોંપી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગને જાહેર કર્યું છે કે સિરીયામાં મિલિટરી ઓપરેશન શરુ થઇ ગયું છે. ફાઇટર પ્લેન દ્વારા બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. ઉતર-પૂર્વી સિરીયાના રસ-અલ-આઇન ટાઉન પાસે રોકેટના મોટા ધડાકા સંભળાઇ રહ્યા હતા. આ વિસ્તાર તુર્કીની બોર્ડરથી નજીક છે. ધડાકા બાદ અહીંથી ધુમાડાના ગોટા ઉંચે ચડતા દેખાઇ રહ્યા છે.

અમેરિકાના ટ્રૂપને સિરીયાથી પાછા જવાનો આદેશ મળ્યા બાદ કુર્દીશ મિલિટરી લિડર આ હુમલાની આશંકા કરી રહ્યા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ આ ઓપરેશનને ઓપરેશન પીસ સ્પ્રીંગ કહી રહ્યા છે જેનાથી સિરિયન કુર્દીશ તેમજ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓનો ખાતમો કરવામાં આવશે. ત્યારબાદ તુર્કીમાં એક સુરક્ષિત ઝોન બનાવીને સિરિયાના શરણાર્થીઓને પાછા બોલાવવામાં આવશે. રાષ્ટ્રપતિએ ટ્વીટર પર કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય તેમના દેશની દક્ષિણ બોર્ડર પર ટેરર કોરિડોર બનતો અટકાવવાનો છે, જેથી શાંતિ સ્થાપિત થઇ શકે. અમે સિરીયાના સાર્વભૌમત્વને સાચવીને રાખીશું.

બુધવારે તુર્કી સરકારે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ મિલિટરી અભિયાનનું નેતૃત્વ તેમને સોંપ્યું છે અને ટૂંક સમયમાં તેઓ સિરિયામાં દાખલ થશે.