આલિયાના ચાલી રહ્યા છે ખરાબ દિવસો, સલમાન પછી આ એક્ટરે પણ સાથે કામ કરવાની પાડી ના

ફિલ્મ જગત

આલિયા ભટ્ટ અને રણવીર સિંહને આ વર્ષે રિલીજ થયેલી ફિલ્મ ગલી બોયને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ બંને કલાકાર ઘણી જાહેરાતોમાં પણ જોવા મળ્યા છે. પડદા પર આ બંનેની કેમેસ્ટ્રીને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. ઓનસ્ક્રીન ઉપરાંત ઓફ સ્ક્રીન પણ બંનેની ફ્રેન્ડશિપ સારી છે. જાણવા મળ્યું છે કે બંનેની દોસ્તી વચ્ચે હવે કડવાશ આવી ગઈ છે. ઈન્શાહઅલ્લાહ ફિલ્મ બંધ રહ્યા બાદ હવે સંજય લીલા ભણસાલી અભિનેત્રી આલિયા ભટ્ટને લઈ ફિલ્મ ગંગુબાઈ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં મુખ્ય હીરોને લઈ અલગ-અલગ પ્રકારની ચર્ચા સામે આવી રહી છે. હવે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ફિલ્મ ગંગુબાઈમાં અભિનેતા રણવીર સિંહને લેવા માગે છે. ભણસાલીએ આલિયાની ઓપોઝિટ રણવીરને લેવાનું નક્કી કરી લીધું છે અને કેમિયો લઈ તેની સાથે વાત કરી હતી, પરંતુ રણવીરે આ રોલ માટે ના પાડી દીધી. જોકે રણવીરે કયા કારણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી તે વાતનો ખુલાસો કર્યો નથી. પરંતુ ફિલ્મમાં ના પાડવાનું કારણ આલિયા ભટ્ટ અને રણવીરની નારાજગી હોઈ શકે છે. સંજય લીલા ભણસાલી ઈન્શાહઅલ્લાહમાં સલમાન અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બનાવવાના હતા પણ કેટલાક કારણોના લીધે તે બનાવી ન શક્યા. તેના પછી હવે ગંગુબાઈ બનાવવાનો નિર્ણય લીધો છે.