ધોનીના ઘરમાં વિરાટ બની શકે છે દુનિયાનો નંબર 1 બેટ્સમેન

ખેલ-જગત

પુણેમાં અણનમ બેવડી સદી મારનાર કોહલી હવે બહુ જલદી ટેસ્ટમાં ફરી એકવાર તેની બાદશાહત કાયમ કરવા તૈયાર છે, આઈસીસી ટેસ્ટ રેકિંગમાં આ વખતે વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર એક જ અંકનું અંતર છે, સ્મિત 937 અંક સાથે નંબર વન પર છે, જ્યારે વિરાટ 936 અંક સાથે બીજા નંબરે છે.

રાંચીમાં વિરાટ બનશે ટેસ્ટનો બાદશાહ
વિરાટ કોહલી અત્યારે જબરજસ્ત ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ ગત બે ટેસ્ટમાં વિરાટે કુલ 305 રન બનાવ્યા છે. જેમાં એક બેવડી સદી પણ છે. વિરાટ માટે હવે સ્મિથને પાછળ છોડવો બહુ મુશ્કેલ નથી. કારણકે ભારતની આગામી ટેસ્ટ 19 ઓક્ટોમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રાંચીમાં છે. તો સ્ટિવની આગામી ટેસ્ટ હજી નવેમ્બરમાં છે.