ભારતીય રિઝર્વ બેન્કે 2 હજાર રુપિયાની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આ ખુલાસો થયો છે એક RTI દ્વારા, જેમાં RBIએ જવાબ આપતા આ માહિતી આપી હતી. RBIએ આ નાણાકીય વર્ષમાં 2000 રુપિયાની એકપણ નોટ છાપી નથી.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2016માં સરકારે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે ફેક કરન્સીને ચલણમાંથી હટાવવા માટે 500 અને 1000ની નોટો બંધ કરી દીધી હતી. જે પછી સરકારે 2000 અને 500ની નવી નોટો બહાર પાડી હતી.
આ સિવાય RTIસામે RBIએ જવાબમાં જાણકારી આપી હતી કે, 2016-17ના નાણાકીય વર્ષ દરમિયાન 2000 રુપિયાના 3,542.991 મિલિયન નોટ છાપવામાં આવ્યા હતા. બીજા વર્ષે 111.507 મિલિયન નોટ ઓછી થઇ અને 2018-19માં બેન્કે 46.690 મિલિયન નોટ છાપી. નિષ્ણાંતો મુજબ મોટી નોટોને હટાવવું એ કાળા નાણા પર નિયત્રંણનો એક યોગ્ય ઉપાય છે. જેના કારણે કાળા નાણાની લેવડ-દેવડ કરવી મુશ્કેલ બને છે.
જો કે અધિકારીઓ મુજબ 2000 રુપિયાની નોટોનું વધારે પડતા સર્ક્યુલેશન થવાથી સરકારના લક્ષ્યને નુકસાન પહોંચી શકે છે, કારણ કે દાણચોરી અને અન્ય અપરાધિક ઉદેશ્યો માટે તેનો ઉપયોગ કરવો સરળ હતું. આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂ બોર્ડર પરથી 2000 રુપિયાના નોટોનું છ કરોડ રુપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
RTIમાં RBIના ખુલાસાથી ખુલાસો થયો હતો કે દેશમાં 2000 રુપિયાની નોટનું ચલણ ઘટ્યું છે. માર્ચ 2018ના પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 3,363 મિલિયન હાઇ વેલ્યુ નોટોનું સર્ક્યુલેશન હતું, જો કુલ સર્ક્યુલેશ વોલ્યુમનું 3.3 ટકા હતું. પરંતુ નાણાકીય વર્ષ 2019માં આ પ્રમાણ ઘટીને 3,291 મિલિયન થયું.
આ ખુલાસો એવા સમયે થયો છે જ્યાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દાવો કર્યો હતો કે ભારતમાં બિલ્કુલ અસલી નોટો જેવી જ નકલી નોટો ફરી રહી છે. NIA મુજબ ભારતમાં નકલી નોટોનો મુખ્ય સ્ત્રોત પાકિસ્તાન છે. આ પહેલા સરકારે જૂનમાં જાણકારી આપી હતી કે, વિતેલા ત્રણ વર્ષ દરમિયાન 50 કરોડ રુપિયાથી વધારેની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી.