પોસ્ટ વિભાગે પોતાના બચત ખાતાધારકો માટે તહેવારની સીઝનમાં મોટી ભેટ આપતાં તેમના માટે મોબાઈલ બેંકિંગની સુવિધા આખા દેશમાં મંગળવારથી શરૂ કરી દીધી છે. આ સુવિધાનો લાભ દેશભરમાં તે ગ્રાહકોને મળશે, જેમનું બચત ખાતુ પોસ્ટનાં કોર બેંકિંગ સોલ્યુશન સાથે જોડાયેલાં છે. આ વિશે પોસ્ટ વિભાગે સર્કુલર રજૂ કરી દીધો છે. પોસ્ટ વિભાગે એક વર્ષ પહેલાં ગ્રાહકો માટે ઈન્ટરનેટ બેંકિંગની સુવિધા શરૂ કરી દીધી હતી.
- આ સુવિધાનો લાભ લેવા ગ્રાહકોએ તેમના મોબાઇલમાં ઇન્ડિયા પોસ્ટ મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.
- તે પહેલાં ગ્રાહકો પાસે કેટલીક વસ્તુઓ હોવી જોઈએ, જેના વિના તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
- ગ્રાહકો પાસે માન્ય ઇમેઇલ આઈડી, પાન અને મોબાઇલ નંબર હોવો આવશ્યક છે.
- સીઆઈએફ અથવા ગ્રાહક ID ને અપડેટ કરવું આવશ્યક છે.
- આ હેઠળ પ્રથમ અને છેલ્લું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, લિંગ, સરનામું અને પોતાનું માન્ય આઈડી પ્રૂફ, સાચુ સરનામું અને માતાનું નામ શામેલ છે.
- પોસ્ટ ઓફિસ બચત ખાતા ધારકો કોઈપણ મુખ્ય અથવા સબ પોસ્ટ ઓફિસ પર આ સુવિધા મેળવવા માટે અરજી કરી શકે છે.
- આ અરજી કોઈપણ પોસ્ટ ઓફિસ શાખામાં કરી શકાતી નથી.
- આ માટે ખાસ તૈયાર કરેલું ફોર્મ ભરીને સબમિટ કરવવાનું રહેશે.
- ગ્રાહકો પાસે કેવાયસી હોવું જોઈએ. જો કેવાયસી સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ નથી, તો તેના માટે પણ અરજી કરી શકાય છે.
- આ ફોર્મ તે જ પોસ્ટ ઓફિસમાં સબમિટ કરી શકાય છે જ્યાં સીબીએસ સુવિધા ઉપલબ્ધ છે અને ખાતા ધારકનું એકાઉન્ટ તે જ પોસ્ટ ઓફિસમાં છે.
- મોબાઈલ બેંકિંગ સુવિધા ફોર્મ ભર્યાના 24 કલાક પછી શરૂ કરવામાં આવશે.
- ગ્રાહકોનો સીઆઈએફ યુઝર આઈડી રીતે અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડને પાસવર્ડ તરીકે ઉપયોગ કરી શકાશે.
- બચતખાતા ધારકોને મોબાઈલ બેંકિંગ સુવિધા બાદ આ સુવિધા મળશે.
- કોઈ પણ પ્રકારનાં ખાતામાં હાજર બેલેન્સની જાણકારી
- દરેક પ્રકારનાં ખાતાની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી
- પીપીએફ અને બચત ખાતાનું મીની સ્ટેટમેન્ટ
- પોતાના બચતમાંથી પોસ્ટ ઓફિસનાં બીજા બચત ખાતામાં ફંડ ટ્રાન્સફર
- આરડી, પીપીએફ, LARD જેવા ખાતામાં ફંડ ટ્રાન્સફરની સુવિધા
- આરડી અને ટાઈમ ડિપોઝીટ ખાતું ખોલવાનો આગ્રહ કરવો
- ચેકની ચુકવણી રોકવાનો આગ્રહ કરવો
- ભવિષ્યમાં જો કોઈ ખાતાધારક આ સુવિધાને બંધ કરવા માંગે છે તો તેણે ફરીથી આવેદન કરી શકે છે. ત્યારબાદ 24 કલાકની અંદર આ સુવિધા બંધ કરી દેવામાં આવશે.

