ઘણીવાર એવું થાય છે સુંદર ચહેરો હોવા છતાં પણ કોઈ તમને નોટિસ કરતું નથી. કારણકે ચહેરા પર જામેલી ગંદકી તમારા સુંદર ચહેરાની સુંદરતાને ઢાકી દે છે. ત્વચાના સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે જરૂરી છે, સમય સમય પર તેની સફાઈ કરવામાં આવે. ખાસ કરીને ઓઈલી ત્વચાની. ચહેરાની સ્કીનમાંથી જ્યારે પરસેવો અને ઓઈલ નીકળે તો ખીલ થવાનો ખતરો વધી જાય છે. ત્વચાનાં રોમછીદ્રો બંધ થઈ જવાને કારણે ધૂળ અને ગંદકી જમા થઈ જાય છે. એટલા માટે નિયમિત રીતે સ્કીનની સાફ-સફાઈ કરવી જરૂરી છે. તેના માટે તમારે બહાર જવાની જરૂર નથી તમે ઘરમાં જ આ કામ કરી શકો છો. ચાલો જાણીએ તવ્ચાને સાફ રાખીને ચમક વધારવાની કેટલીક ખાસ ટીપ્સ વિશે.
ચહેરાની સફાઈ માટે બરફનો મસાજ સારું કામ કરે છે. તેનાંથી ત્વચાનાં રોમછિદ્રો ખુલે છે અને ટોનિંગ પણ થઈ જાય છે.
સનસ્ક્રીનનો વધારે ઉપયોગ ચહેરાની સ્કીનનાં રોમછીદ્રોને પુરી રીતે બંધ કરી દે છે. તને મતલબ એ નથી કે સનસ્ક્રીનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે એપીએફ યુક્ત હલકા મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી ત્વચા માટે ફાયદાકારક રહે છે.
હંમેશા સુનિશ્ચિત કરો કે, તમારો ચહેરો સાફ છે. બહારથી ઘરે આવ્યા બાદ ચહેરો ધોવો અને સૂતા પહેલાં બધો જ મેકઅપ કાઢવો ચહેરાની સ્કીન માટે બહુજ સારું રહેશે.
ટોનરનો ઉપયોગ તમારી ત્વચાને સાફ રાખવા માટે મદદગાર થાય છે. આ મેકઅપ અને મૃત ત્વચાની કોશિકાઓને હટાવવા માં અસરદાર છે. તેનાથી ત્વચા ખીલી ઉઠે છે.
ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી છેકે, તેને ધૂળથી દૂર રાખવામાં આવે. નિયમિત રૂપથી પોતાના ચહેરાને ધોવો અને ફીણ વગરનાં ક્લીન્ઝરનો ઉપયોગ તમારી ત્વચાની રંગત નિખારી શકે છે.
ત્વચા પર જમા થયેલી ગંદકીને કાઢવા માટે સ્ટીમ લેવી સારી છે. તેનાંથી ત્વચાની ગંદકી નીકળી જાય છે. અને તે ચમકી ઉઠે છે. ત્વચાની સફાઈ માટે સ્ટીમનો ઉપયોગ સપ્તાહમાં બે વાર કરી શકાય છે. તેને વધારે માત્રામાં કરવાથી સ્કીનને નુકસાન પહોંચી શકે છે.
ત્વચાની ગંદકીને હટાવીને ચમકદાર બનાવવામાં ક્લે અને ઓટમીલ ફેસ પેક બહુજ સારું કામ કરે છે. તમે ઈચ્છો તો ટ્રાઈ કરી શકો છો.