વિદેશમંત્રીનો દાવો- મનમોહન કરતારપુર આવવા પર સહમત; અતિથિ તરીકે નહીં પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ આવશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કરતારપુર આવવાની સહમતિ આપી દીધી છે. કુરેશીએ શનિવારે કહ્યું કે મનમોહન સિંહે કોરિડોરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાની જગ્યાએ સામાન્ય વ્યક્તિની જેમ આવવાની વાત કરી છે. જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કહી ચૂક્યા છે કે મનમોહન સિંહ કોરિડોરના કાર્યક્રમ માટે પાકિસ્તાન નહીં જાય.

કુરેશીએ કહ્યું- મેં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આમંત્રિત કર્યા હતા. હું તેમનો આભારી છું કે ત્યારબાદ તેમણે મને પત્ર લખ્યો. તેમણે કહ્યું કે તેઓ કરતારપુર આવશે પરંતુ મુખ્ય અતિથિ તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિની જેમ. જો તેઓ સામાન્ય વ્યક્તિની જેમ પણ આવે છે તો અમે તેમનું સ્વાગત કરીશું.

પાકિસ્તાન 9 નવેમ્બરના તેમના તરફથી કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પૂર્વ પ્રધાનમંત્રીએ ઈમરાન સરકારના આમંત્રણનો સ્વીકાર નથી કર્યો. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ અને મનમોહનસિંહ કોઇ પણ, અતિથિ તરીકે પાકિસ્તાન જશે. તેઓ માત્ર કરતારપુર જનારા સર્વદળીય જૂથમાં સામેલ થશે.