7 કરોડ યુઝર્સના મોબાઈલ નંબર થઈ શકે છે બંધ, TRAIએ જાહેર કરી ડેડલાઈન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશના 7 કરોડ મોબાઈલ યુઝર્સના નંબર બંધ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. TRAI એટલે કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ આ મોબાઈલ યુઝર્સને પોતાનો નંબર પોર્ટ કરાવવા ડેડલાઈન જાહેર કરી છે. આ 7 કરોડ યુઝર્સે 31 ઓક્ટોબર સુધી પોતાના નંબર કોઈ બીજા અન્ય ઓપરેટરમાં પોર્ટ કરાવવાનો રહેશે. જો આ યુઝર્સ પોતાના મોબાઈલ નંબર કોઈ બીજા ઓપરેટરમાં પોર્ટ નહી કરાવે તો તેમનો નંબર હમેશા માટે ડિસેબલ થઈ જશે. અને આ નંબર બીજી વાર એક્ટિવેટ નહીં થઈ શકે. આ પુરો મામલો 2018માં બંધ થયેલી ટેલુકોમ કંપની AIRCEL સાથે જોડાયેલો છે., ખરેખર 2018માં રિલાયંસ જિયો અને અન્ય ટેલિકોમ કંપનીઓથી મળવા વાળી જબરદસ્ત હરિફાઈથી AIRCELએ પોતાની વાયરલેસ સર્વિસ બંધ કરવી પડી હતી.

ફેબ્રુઆરી 2018માં AIRCEL એ પોતાની સર્વિસ પુરી રીતે બંધ કરી દીધી હતી. આ સમયે કંપનીને 9 કરોડ યુઝર્સ હતાં. AIRCEએ TRAIએ આ યુઝર્સ માટે UPC દેવા માટે કહ્યું હતું. જેથી આ યુઝર્સ પોતાના મોબાઈલ નંબરને કોઈ પણ અન્ય નેટવર્કમાં પોર્ટ કરી શકે. TRAIની રીપોર્ટના અનુસાર આ 9 કરોડમાંથી 2 કરોડ યુઝર્સે તો પોતાના નંબર પોર્ટ કરાવી લીધા હતા. પરંતું અત્યારે પણ 70 મિલિયન એટલે કે,7 કરોડ યુઝર્સ એવા છે જેણે પોતાનો નંબર પોર્ટ નથી કરાવ્યો. TRAIએ હવે આ 7 કરોડ યુઝર્સને મોબાઈલ નંબર પોર્ટ કરાવવાની ડેડલાઈન 31 ઓક્ટોબર 2019 ની આપી છે.

Aircel અને ડિશનેટના કસ્ટમર્સ થશે પ્રભાવિત

Aircelએ ફેબ્રઆરી 2018માં પોતાની સર્વિસ બંધ કર્યા પછી TRAIને પોતાના યુઝર્સને એડીશનલ UPC દેવાનો આગ્રહ કર્યો હતો. જે પછી દુરસંચાર પ્રધિકરણે Aircelના આ આગ્રહ પર 28 ફેબ્રુઆરીના આ યુઝર્સ માટે એડીશનલ કોડ જાહેર કર્યો હતો. 28 ફેબ્રુઆરી 2018થી લઈને 31 ઓગષ્ટ 2019 વચ્ચે 19 મિલિયન એટલે કે, 2 કરોડ યુઝર્સે પોતાનો નંબર અન્ય ઓપરેટરમાં પોર્ટ કરાવી લીધો હતો. બાકી બચેલા 7 કરોડ યુઝર્સે હજી સુધી પોતાનો નંબર પોર્ટ નથી કરાવ્યો. આમાં Aircelઅને ડિશનેટના કસ્ટમર્સ સામેલ છે.

આવી રીતે જનરેટ કરો UPC

ફેબ્રુઆરી 2018માં જ્યારે Aircelએ પોતાની સર્વિસ બંધ કરવાની ધોષણા કરી હતી. તો તેણે પોતાના યુઝર્સને વેબસાઈટ દ્વારા નંબર પોર્ટ કરાવવા કહ્યું હતું. જોકે હવે Aircelની વેબસાઈટ કામ નથી કરી રહી. એવામાં યુઝર્સને મેનુઅલી પોતાનો નંબર પોર્ટ કરાવવો પડશે, મેનુઅલી નંબર પોર્ટ કરાવવા માટે યુઝર્સે સૌથી પહેલા UPC પોર્ટ જનરેટ કરવવું પડશે. આ જનરેટ કરવા માટે યુઝર્સને મેસેજ બોક્સમાં જઈને PORT અને પોતાનો મોબાઈલ ટાઈપ કરવો પડશે. આ પછી તેને 1900 પર સેન્ડ કરવો પડશે. 1900 પર મેસેજ સેંડ કરવા પછી યુઝર્સેને UPC કોડ SMS દ્વારા રિસીવ થશે. આ કોડની મદદ થી યુઝર્સ કોઈ અન્ય ઓપરેટરના નેટવર્કમા પોતાના નંબર પોર્ટ કરાવી લેશે.