ગંદા અને પીળા દાંત 3 મિનિટમાં જ ચમકાવવા છે ? તો આ છે સરળ રસ્તો

આરોગ્ય

દિલ્હી, 10 જાન્યુઆરી 2019, ગુરુવાર

દાંત કુદરતી રીતે મજબૂત અને સુંદર હોય છે પરંતુ લોકોની ખાવાપીવાની ખોટી આદતો અને સાફ સફાઈના અભાવના કારણે દાંત નબળા અને પીળા પડી જાય છે. જો કે આજકાલ તો બજારમાં દાંત ચમકાવવા માટે અનેક પ્રકારની દવાઓ અને લિક્વિડ મળે છે. પરંતુ આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી આડ અસરો પણ થાય છે. પીળા દાંતની સમસ્યા સ્મોકિંગ, ઓરલ હાઈજિનની ખામી, જેનેટિક અથવા તો ડાયટના કારણે થઈ શકે છે. યોગ્ય કાળજીના અભાવના કારણે દાંતની સફેદી ઘટવા લાગે છે. જો તમને પણ પીળા દાંતના કારણે શરમનો અનુભવ થતો હોય તો તેનો ઉપાય માત્ર 3 મિનિટમાં કાઢી શકાય છે. 

પીળા દાંતને ચમકાવવા માટે બેકિંગ સોડામાં થોડા લીંબૂના ટીપા ઉમેરી અને વિનેગર સાથે ઉમેરી દાંત પર સપ્તાહમાં ત્રણવાર 2થી 3 મિનિટ સુધી મસાજ કરવી. આમ કરવાથી દાંતની પીળાશ તુરંત દૂર થઈ જાશે. આ ઉપાય દાંત સાથે પેઢાને પણ મજબૂત બનાવશે. આ ઉપરાંત એક લીંબૂના રસમાં તેટલા જ પ્રમાણમાં પાણી ઉમેરી અને જમ્યા પછી આ પાણીથી કોગળા કરી લેવા. આમ કરવાથી શ્વાસની દુર્ગંધ અને દાંતની પીળાશ દૂર થઈ જશે. 

દાંતના બેક્ટેરિયાને મારવા માટે જમ્યા બાદ લીંબૂથી દાંત સાફ કરવા જોઈએ. રોજ રાત્રે ભોજન કર્યા પછી લીંબૂનો રસ કાઢી તેમાં પાણી ઉમેરી કોગળા કરી લેવા. જો કે આ ઉપાય રોજ ન કરવો. સપ્તાહમાં 2થી 3 વખત જ લીંબૂના પાણીથી કોગળા કરવા જોઈએ.