અમેરિકામાં સ્થાનિક ચુંટણીમાં ભારતીય મુળનાં ચાર અમેરિકન જીત્યા, ગઝાલા હાશ્મિએ ઇતિહાસ રચ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર
વ્હાઇટ હાઉસમાં ટેકનોલોજી નીતીનાં એક પુર્વ સલાહકાર અને એક મુસ્લિમ મહિલા સહિત ચાર ભારતીય મુળનાં અમેરિકન નાગરીકોએ મંગળવારે અમેરિકામાં થયેલા રાજ્ય અને સ્થાનિય ચુટણીમાં જીત મેળવી હતી. ભારતીય મુળનાં અમેરિકન નાગરીક ગઝાલા હાશ્મિએ વર્જીનિયા રાજ્યની સેનેટમાં ચુંટાયેલી પ્રથમ મુસ્લિમ મહિલા બનવાનો ઇતિહાસ રચ્યો છે. તેઓ આ પુર્વે સામુદાયિક કોલેજનાં પ્રોફેસર રહી ચુક્યા છે.
દેશનાં પુર્વ પ્રમુખ બરાક ઓબામાનાં વ્હાઇટ હાઉસ ટેકનોલોજી સલાહકાર રહી ચુકેલા સુહાસ સુબ્રમણ્યમ વર્જીનિયા રાજ્યની પ્રતિનીધી સભામાં ચુટાયા હતાં. પોતાના સૌપ્રથમ પ્રયાસમાં ડેમોક્રેટ હાશ્મિએ હાલનાં રિપબ્લિકન સેનેટર ગ્લેન સ્ટર્ટેવંટને હરીવીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. 
પુર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને પણ ગઝાલાને અભિનંદન આપ્યા હતાં. હાશ્મિ 50 વર્ષ પહેલા પોતાના પરીવાર સાથે ભારતથી અમેરિકા આવીને વસી હતી. તે જ પ્રકારે સુબ્રમણ્યમે લોડન એન્ડ વિલિયમ જીલ્લામાંથી વર્જીનિયા રાજ્યની પ્રતિનિધી સભામાં પોતાની જગ્યા મજબુત કરી હતી. તેમની માતા મુળ બેગ્લુરૂનાં વતની છે. તેઓ વર્ષ1979માં અમેરિકામાં આવીને સ્થાઇ થયા હતાં.
કેલિફોર્નિયામાં ભારતીય મુળનાં માનો રાજુએ સાન ફ્રાન્સિસ્કોનાં પબ્લિક ડિફેન્ડરનાં પદ માટે જીત મેળવી હતી.નોર્થ કેરોલિનામાં ડિમ્પલ અજમેરા પણ શાર્લોટ સીટી કાઉન્સિલમાં ફરીથી વિજેતા બન્યા હતાં. તેઓ 16વર્ષની વયે પોતાના માતા-પિતા સાથે અમેરિકા આવ્યા હતાં.