કોરોનાથી ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકો, ત્રણ દાયકાના તળિયે આર્થિક વૃદ્ધિદરનું અનુમાન: વર્લ્ડ બેંક

વર્લ્ડ બેંક દ્વારા ભારતનાં અર્થતંત્ર પર અહેવાલમાં આર્થિકવૃદ્ધિ દરમાં ભારે ઘટાડો કર્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020-21માં તુલનાત્મક આધાર પર ભારતની અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિદર 1.5થી 2.8 ટકા જ રહી જશે. નોંધનીય છે કે ભારતીય અર્થતંત્ર પહેલેથી મંદ ગતિમાં હતું એમાં પણ કોરોના વાયરસના કારણે પડતા પર પાટું જેવા હાલ થયા. કોરોના વાયરસના કારણે […]

Continue Reading

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના નિવેદન પર રેશ્મા પટેલે આપી પ્રતિક્રિયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને લઈને રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા રાજ્યમાં ડૉક્ટરો, નર્સીંગ સ્ટાફ અને પોલીસ પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેને લઈને રાજકીય હવે નિવેદનબાજી થઈ રહી […]

Continue Reading

ક્રિકેટની રમતને બહુ મિસ કરે છે ચહલ

એક બાજુ દરેક પ્લેયર પોતાના ઘરમાં પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યા છે ત્યારે યુઝવેન્દ્ર ચહલ ઘરમાં રહીને કંટાળી ગયો છે અને તે મેદાનમાં જઈને બોલિંગ કરવા માગે છે. આ વાત જણાવતાં ચહલે કહ્યું કે ‘હું મારા ઘરમાંથી લૉકડાઉન થઈ જઈશ અને ઘરે પાછો ક્યારેય નહીં ફરું. બહુ થયું હવે. હું હવે વધારે રાહ જોઈ શકું […]

Continue Reading

ડોક્ટરો અને નર્સો પર હુમલા થતા અજય દેવગણ થયો ગુસ્સે કહ્યું, ‘આ લોકો જ સૌથી મોટા અપરાધી’

પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો પર દેશમાં સંખ્યાબંધ જગ્યાએ હુમલા થયા હોવાની અથવા તો તેમને ધમકીઓ અપાઈ હોવાના કિસ્સા બન્યા છે. જેને લઈને બોલીવૂડ સુપર સ્ટાર અજય દેવગણ અકળાઈ ઉઠ્યો છે.સિંઘમ અજય દેવગણે સોશ્યલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવતા લખ્યુ હતુ કે, ભણેલા ગણેલા લોકો માત્ર પોતાની મનઘંડત ધારણાઓના […]

Continue Reading

એક સમયે મદારીઓનો દેશ કહી ધુત્કારનારા પશ્ચિમના દેશો આજે એક દવા માટે ભારતના ઘૂંટણીયે

સમયનો ખેલ ખૂબ જ અકલ્પનીય છે. એક સમયે પશ્ચિમના દેશો ભારતની સંસ્કૃતિ અને તેની સભ્યતાની ખૂબ જ મજાક ઉડાવતા હતા પરંતુ આજે તે બધા દેશો ભારત સામે નતમસ્તક જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોરોના મહામારીના કાળા કેર વચ્ચે વિશ્વભરના દેશો ભારતની અભિવાદન પદ્ધતિને પણ અપનાવી રહ્યા છે. હાથ મિલાવવાથી એટલે કે હસ્તધૂનનથી વાયરસનો ચેપ […]

Continue Reading

લૉકડાઉન વચ્ચે 1 લાખ કરોડના બીજા પેકેજનુ એલાન કરી શકે છે સરકાર

કોરોના વાયરસના સંક્રમણને જોતા દેશમાં 21 દિવસનુ લૉકડાઉન છે. આ લૉકડાઉનની અસર લગભગ દરેક સેક્ટર પર પડી રહી છે. એવામાં સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કોરોના સામે જંગમાં આ સમસ્યાઓ સામે લડવા માટે વધુ એક મોટા પેકેજની ઘોષણા કરી શકે છે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત આપવા માટે જલ્દી 1 લાખ કરોડના […]

Continue Reading

લૉકડાઉનમાં ન મળ્યો દારૂ તો દિગ્ગજ અભિનેત્રીના પુત્રએ ખાઇ લીધી ઉંઘની ગોળીઓ, હાલત ગંભીર

તમિલ સિનેમાની જાણીતી દિગ્ગજ અભિનેત્રી મનોરમાના પુત્ર ભૂપતિનએ ઉંઘની દવાનો ઓવરડોઝ લેવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રી મનોરમાનો પુત્ર ભૂપતિ દારૂ પીવાનો એટલો શોખીન છે કે કે તેને દારૂ ન મળવાના કારણે પરેશાન હતો અને તેણે ઉંઘની દવા ખાઇ લીધી છે. લોકડાઉનના કારણે તેને દારૂ મળી રહ્યો ન હતો. એક રિપોર્ટ […]

Continue Reading

રાજ્ય સરકારનો મધ્યમ વર્ગ માટે મફત અનાજ આપવાનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં ગરીબ લોકોને ભુખ્યા રહેવાની નોબત ન સર્જાય અને તમામ પરિવારોને પુરતું અનાજ મળી રહે તેવો નિર્ણય આજે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં […]

Continue Reading

WHOનો ટ્રમ્પને જવાબઃ જો આપણે સુધર્યા નહીં તો સૌની સામે વધુ લાશોના ઢગ હશે

કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં અત્યાર સુધીમાં 88 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. માત્ર અમેરિકામાં જ અત્યાર સુધી 14700 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 30 હજાર અમેરિકનો કોરોના પોઝિટિવ છે. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર જોરદાર નિશાન સાધ્યું છે. તેઓએ આ ભયાનક સ્થિતિ માટે WHOને […]

Continue Reading

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ સોશિયલ ડિસ્ટન્સ, લોક ડાઉન અસરકારક

ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ લોકડાઉન અમલીકરણ અસરકારક જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં નોવેલ કોરોના વાયરસની બિમારી અંગેનો ભય કે જાગૃત્તિ જે હોય, તેમ છતાં શહેર કરતાં પણ ખૂબ જાગૃત્તા સાથે ગ્રામજનો લોક ડાઉનની અમલવારી કરી રહ્યાં છે. નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં તા. ૨૪મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. લોક […]

Continue Reading