વિધાનસભાનાં સત્ર બાદ બદલાઈ શકે છે વિપક્ષના નેતા

વિધાનસભા સત્ર બાદ વિપક્ષ નેતા બદલાઈ શકે છે. હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે અને તેઓ હાઈકમાન્ડને પહેલીથી જ પોતાનું રાજીનામુ મોકલી દીધું છે. હાઈકમાન્ડે આ રાજીનામાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. જો કે પરેશ ધાનાણીએ હાઈકમાન્ડમાં રજૂઆત કરી છે કે, વિપક્ષ નેતા તરીકે યુવા નેતાઓને પણ તક મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, […]

Continue Reading

23 જુલાઇએ જાહેર કરવામાં આવશે બ્રિટનના નવા વડા પ્રધાન

બોરિસ જોન્સન અથવા તો જેરેમી હંટ, એ બે માંથી કોઇપણ એકને બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે 23 જુલાઇએ જાહેર કરાશે, એમ બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીએ આજે કહ્યું હતું. થેરેસા મેની જગ્યાએ કન્ઝર્વેટિવ પક્ષના વડા અને ત્યાર પછી વડા પ્રધાન બનાનાર અંગે પક્ષે કોઇ સંકેત આપ્યો નહતો કે તેની પસંદગી અંગે કોઇ સમયની મર્યાદા પણ […]

Continue Reading

દિલ્હીમાં ચૂંટણી-પ્રક્રિયા અવરોધવા બદલ AAPના આ ધારાસભ્યને જેલ

દિલ્હી કોર્ટે 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બદલ આપના ધારાસભ્યને ત્રણ માસની જેલની સજા ફટકારી છે. અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલે, જોકે પૂર્વ દિલ્હીના એક બૂથ ખાતે ચૂંટણી- પ્રક્રિયાને અવરોધનાર ગુન્હેગાર ધારાસભ્ય મનોજકુમારને ઉપરોક્ત હુક્મને ઉપલી કોર્ટમાં પડાકરવા માટે રૂા.10,000 ના બોન્ડ પૂુરા પડાતા જામીન મંજૂર કર્યા છે. હાલમાં પૂર્વ દિલ્હીના […]

Continue Reading

પોતે કરેલા કામો ગણાવતી કોંગ્રેસ કટોકટીને પણ યાદ કરે : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ અંગે પોતાનો અભિપ્રાય આપતુ ભાષણ સંસદમાં આપ્યું હતું. મોદીએ પોતાના આ ભાષણમાં 1975માં લાદવામાં આવેલી કટોકટીના કાળને પણ યાદ કર્યો હતો. સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. આ પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મોદીને કેટલાક સવાલોનો મારો ચલાવ્યો હતો અને ટુ-જીમાં કોની વિરુદ્ધ કાર્યવાહી કરી સહીતના […]

Continue Reading

નેતા અધીર રંજનને આ કારણે માગવી પડી માફી

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક નિવેદન કરીને વિવાદ સર્જ્યો હતો, જોકે બાદમાં તેમણે માફી પણ માગી લીધી હતી. અધીર રંજન ચૌધરીએ નરેન્દ્ર મોદી અને ઇંદિરા ગાંધી વચ્ચેનો ભેદ જણાવતા કહ્યું હતું કે ક્યાં મા ગંગા અને ક્યાં ગંદી નાળી. અધીર રંજનના આ નિવેદન બાદ સંસદમાં ભાજપ સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને નરેન્દ્ર મોદી […]

Continue Reading

રાજ્યમાં મેઘ મલ્હાર : ૬૬ તાલુકામાં ૧થી ૩ ઇંચ વરસાદ

ગુજરાતમાં મેઘાનું વિધિવત આગમન થતાં ૧૯ જિલ્લાના ૬૬ તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે. રવિવારે રાત્રે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં સૌથી વધુ ખેડાના કઠલાલમાં ત્રણ ઈંચ, સાબરકાંઠાના પ્રાંતિજ-તલોદમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં એક ઈંચ વરસાદ પડયો હતો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. […]

Continue Reading

અમેરિકા સાથે કોઇ સમજૂતી કરીશું નહીં : ચીન

જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ચાલુ સપ્તાહમાં થનારી બેઠક અગાઉ ચીને જણાવ્યું છે કે પોતાના સાર્વભૌમત્વના ભોગે અમેરિકા સાથે કોઇ સમજૂતી કરશે નહીં અને વેપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ સમાધાન કરવું પડશે. જિનપિંગ અને ટ્રમ્પ ૨૮ અને ૨૯ જૂને જાપાનના ઓસાકામાં યોજાનાર જી-૨૦ શિખર મંત્રણા દરમિયાન એકબીજાને મળશે. ગયા વર્ષે વેપાર યુદ્ધ શરૃ કરનાર […]

Continue Reading

‘દોસ્તાના 2’ માટે જોન અબ્રાહમ અને જાહ્નવી કપૂરનો સંપર્ક કર્યાની વાત

સાલ ૨૨૦૮માં રિલીઝ થયેલી રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘દોસ્તાના’ના બીજા ભાગની ચર્ચા હાલ થઇ રહી છે. રિપોર્ટસના અનુસાર કરણ જોહરે રાજ કુમાર રાવને લેવાનો નિર્ણય કરી લીધો છે. અભિનેતાને પણ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. ફિલ્મના પહેલા ભાગમાં જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરાની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં રૂપિયા ૮૦ […]

Continue Reading

પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન

વજન વધી તો ઝડપથી જાય છે પરંતુ તેમાં ઘટાડો કરવામાં દિવસે તારા દેખાય જાય છે. પરંતુ જો તમને જાણવા મળે એવો રસ્તો કે જે સરળ હોય અને અસરકારક તો? જી હાં ઈસબગોલ એવી વસ્તુ છે જેને નિયમિત પીવાથી વધેલું વજન ઝડપથી ઘટવા લાગે છે. પાણી અથવા તો જ્યૂસમાં ઉમેરી નિયમિત રીતે ઈસબગોલ પીવાનું શરૂ કરશો […]

Continue Reading

ભાજપ કાર્યાલયમાં નારાયણ પટેલ અને MLA આશા પટેલ વચ્ચે તુ તુ-મેં મેં

MLA આશા પટેલ અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યુ છે. જેમાં મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈને નારાયણ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત માટે પહોંચ્યા હતાં. જો કે આશા પટેલે આ મામલે નારાયણ પટેલે તેમને અપશબ્દો કહ્યા હોવાની વાત કરી હતી. માત્ર તેમણે પ્રતિકાર જ […]

Continue Reading