અમેરિકાની સેનાએ ઘેર્યો તો બગદાદીએ પોતાને ઉડાવી દીધો, તેના ત્રણ દીકરા પણ માર્યા ગયા છે- ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાની સેનાના હુમલામાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)નો ચીફ અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીવી પર લાઇવ પ્રસારણ દરમિયાન તેની ખરાઇ કરી. ટ્રમ્પે ઓપરેશનમાં સામેલ અમેરિકાના સૈનિકોના વખાણ કરતા કહ્યું કે અમારું મિશન શાનદાર રીતે પૂર્ણ થયું. બગદાદી અમેરિકાની તાકાત સામે ડરતો અને બૂમ બરાડા પાડતો માર્યો ગયો. તેની સાથે […]

Continue Reading

ગાંધીનગર સ્થિત અક્ષરધામ 10,001 દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું

શનિવારના રોજ સંધ્યા સમયે ગાંધીનગર સ્થિત અક્ષરધામ દસ હજાર દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર અક્ષરધામ ખાતે ભવ્ય રોશની કરવામાં આવી છે છે. દિવાળીના દિવસથી સતત આઠ દિવસ સુધી દસ હજાર દીવડા ઝગમગશે અને જાહેર જનતા પણ આ ભવ્ય રોશનીના દર્શન સાંજે ૬થી રાત્રે ૭-૪૫ સુધી કરી શકશે. ગાંધીનગર […]

Continue Reading

દિવાળીમાં કોઝવે ખુલ્લો મુકવા માટે સાફ કરાવ્યો ત્યાં ફરી પાછો ઓવરફલો

આ વખતે ભારે વરસાદના કારણે છેલ્લા ઘણાં સમયથી બંધ રાંદેર- કતારગામને જોડતો વિયર કમ કોઝવને દિવાળીમાં ખુલ્લો મુકવાનો હતો જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વાર છેલ્લા અઠવાડિયાથી તેની સાફસફાઈનું કામ ચાલતું હતું. પરંતુ આ બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેમકે ઉકાઈમાંથી છોડાયેલા પાણીના કારણે કોઝવે અત્યારે ઓવરફલો થઈ ગયો છે. મોટાભાગે તો ધનતેરસ […]

Continue Reading

ઇરાકમાં સરકાર વિરોધી દેખાવો અને હિંસામાં 42ના મોત

ઇરાકમાં ફરી એક વખત સરકાર વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. દેખરેખ સમૂહ અને સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, આ વિરોધ પ્રદર્શનમાં શુક્રવારે 42 લોકોના મોત થયા છે. અગાઉ ઓક્ટોબરની શરૂઆતમાં થયેલા પ્રદર્શનોમાં 150થી વધુ લોકોના મોત થયા હતા. ગુરુવારે સાંજ સુધી પ્રદર્નકારીઓ સુરક્ષાદળોને ફૂલ આપતા દેખાયા હતા પરંતુ શુક્રવારે સાંજ સુધી પ્રદર્શને હિંસક રૂપ ધારણ […]

Continue Reading

આગામી ચાર-પાંચ દિવસ પડી શકે છે વરસાદ, માછીમારોને દરિયો નહી ખેડવા જવા સુચના

દિવાળીના તહેવારોની મૌસમ વચ્ચે જ વરસાદી મૌસમની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાયું છે. જેની અસર હેઠળ આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાને ‘ક્યાર’ નામ આપવામાં આવ્યું છે. જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાને અસર કરશે. વાવાઝોડાના કારણે સમુદ્રમાં પવનની ઝડપ વધી […]

Continue Reading

ગુજરાતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર

ગુજરાત સરકારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ ની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભમાં જણાવ્યું કે દિવાળીના શુભ પર્વે રાજ્ય સરકારના સ્તુત્ય નિર્ણયથી […]

Continue Reading

ભાજપ સીએમ પદ માટે લેખિતમાં આશ્વાસન આપે, શિવસેનાની નવી માંગણી

મુંબઈના શિવસેના હેડક્વાર્ટરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પાર્ટીના નેતાઓની બેઠક પુરી થઈ ચુકી છે. શિવસેનાએ ફરી એક વખત ભાજપ સાથે સરકાર બનાવવા માટે 50-50ની ફોર્મ્યુલાનો મુદ્દો ઉછાળ્યો છે. આ વખતે શિવસેનાએ ભાજપ પાસે લેખિત આશ્વાસનની માંગણી કરી છે કે, બંને પક્ષો અઢી-અઢી વર્ષ માટે પોતાના સીએમની નિમણૂંક કરશે.શિવસેનાની ટિકિટ પરથી જીતનારા મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારનુ […]

Continue Reading

અમિત શાહે અંજલિ બ્રિજ, SP રિંગ રોડ પર 2 બ્રિજ, 5 મલ્ટિલેવલ પાર્કિંગ સહિત 800 કરોડનાં કાર્યોનું લોકાર્પણ કર્યુ

મ્યુનિ. તેમજ ઔડા દ્વારા તૈયાર કરાયેલા 800 કરોડના લોકોપયોગી કામોનું શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કર્યું હતું, જેમાં શહેરનો સૌથી લાંબો અંજલિ બ્રિજ, 5 જેટલા મલ્ટિલેવલ પાર્કિંગ, સરદાર પટેલ રિંગ રોડ પર બનેલા બે બ્રિજ અને રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરાયેલા ચિલ્ડ્રન પાર્કનું બોપલ ખાતે આયોજિત કાર્યક્રમમાં લોકાર્પણ કર્યું હતું. જેમાં બાળકો રમી શકે […]

Continue Reading

વાવાઝોડા ‘ક્યાર’નાં કારણે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ બંધ કરાઈ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં સંભવિત ત્રાટકનાર વાવાઝોડા ‘‘ક્યાર’ની અસરને પગલે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે ઓખા અને બેટદ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે દરરોજ ફેરી સર્વિસ ચાલે છે. પરંતુ સંભવિત વાવાઝોડાના કારણે ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. […]

Continue Reading

ઘરમાંથી 36 મણ સોનું નીકળશે કહી વિધી કરનાર મહારાજે જમીન દલાલને અઢી કરોડનો ચુનો લગાવ્યો

કામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો. જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને 2.40 કરોડનું 5 કિલો 200 ગ્રામ સોનાના બિસ્કીટ ગુરૂ મહારાજ અને તેના શિષ્યને […]

Continue Reading