બિહારના પૂર પીડિતો માટે મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું 51 લાખનું મહાદાન

પૂરગ્રસ્ત બિહારને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 51 લાખ રુપિયાની આર્થિક મદદ કરી છે. તેમણે આ મદદ બિહારના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી છે. મહાનાયકના એક પ્રતિનિધિએ તેમના તરફથી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની મુલાકાત લીધી હતી અને આર્થિક મદદ માટે 51 લાખ રુપિયાનો ચેક સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહાર ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત બન્યું હતું, […]

Continue Reading

ઈમરાન ખાને પાકિસ્તાનને દેવા તળે દબાવી દીધું, એક વર્ષમાં 7,509 અબજ રૂપિયા કર્જ લીધુ

વિશ્વ ક્રિકેટના લિવિંગ લેજન્ડ મટીને પોલિટિશ્યન બનેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સત્તા પર આવ્યા પછી ફક્ત એક વર્ષમાં 7,509 અબજ રૂપિયાનું કર્જ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને વડા પ્રધાન કાર્યાલયને આ બાબતનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. સત્તા પર આવ્યાના પહેલાજ વર્ષે ઇમરાન ખાને પાકિસ્તાનને કમરતોડ કરજબોજા […]

Continue Reading

મહાબલિપુરમમાં મોદી અને જિનપિંગ વચ્ચે શિખર મંત્રણા

ચીનના પ્રમુખ શી જિનપિંગના બે દિવસના ભારત પ્રવાસની વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. જિનપિંગ 11 ઓક્ટોબરે ભારત આવશે. તેમની અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે અનૌપચારિક શિખર મંત્રણા થશે. જિનપિંગની સાથે ચીનના બીજા વરિષ્ઠ નેતાઓ પણ આવવાના છે. આ મંત્રણામાં આતંકવાદ સહિતના બીજા પાસાઓ પર ચર્ચા થશે.એવી પણ ખબર છે કે, ભારત અને […]

Continue Reading

50 લાખ સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી આ ‘દિવાળી ગિફ્ટ’

દિવાળીના તહેવારો પહેલા મોદી સરકારે 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપી છે. કેન્દ્રના સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકકરે જાહેરાત કરી છે કે, સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીયરનેસ એલાઉન્સમાં પાંચ ટકાનો વધારો કરાયો છે. પહેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓનુ ડીએ 12 ટકા હતુ અને હવે સરકારના નિર્ણયથી તે વધીને 17 […]

Continue Reading

ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં વધ્યો ભડકો, રાહુલ ગાંધીનાં ખાસ નેતાએ પાર્ટીને આપી મોટી શિખામણ

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કૉંગ્રેસમાં જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનાં રાહુલ ગાંધી પર આપવામાં આવેલા નિવેદન પર રાશિદ અલ્વીનાં જોરદાર હુમલા બાદ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ શિખામણ આપી છે. સિંધિયાએ કહ્યું કે, “હું કોઇની પણ કૉમેન્ટ પર ટિપ્પણી નહીં કરું, પરંતુ હા, એમાં કોઈ શંકા નથી કે […]

Continue Reading

તુર્કીએ સિરીયામાં મિલિટરી ઓપરેશનના ભાગરૂપે એરસ્ટ્રાઇક શરુ કરી, અમેરિકાએ એક્શન માટે જવાબદારી સોંપી

તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગને જાહેર કર્યું છે કે સિરીયામાં મિલિટરી ઓપરેશન શરુ થઇ ગયું છે. ફાઇટર પ્લેન દ્વારા બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. ઉતર-પૂર્વી સિરીયાના રસ-અલ-આઇન ટાઉન પાસે રોકેટના મોટા ધડાકા સંભળાઇ રહ્યા હતા. આ વિસ્તાર તુર્કીની બોર્ડરથી નજીક છે. ધડાકા બાદ અહીંથી ધુમાડાના ગોટા ઉંચે ચડતા દેખાઇ રહ્યા છે. અમેરિકાના ટ્રૂપને સિરીયાથી પાછા જવાનો આદેશ […]

Continue Reading

ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન થતી ટાટા મોટર્સની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોરનું કોમર્શિયલ લોન્ચ થયું

ગુજરાતમાં સાણંદ ખાતે ઉત્પાદન થાય છે તે ટાટા મોટર્સની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોર સેડાનના એક્સ્ટેન્ડેડ વર્ઝનનું આજે કંપની દ્વારા કોમર્શિયલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કંપની ઇલેક્ટ્રિક કાર માત્ર સરકારને જ વેચતી હતી જે હવેથી લોકો માટે પણ ઉપલબ્ધ બનશે. ટાટાએ આ કાર ભારતના 30 શહેરોમાં વેચાણ માટે લોન્ચ કરી છે અને સરકાર દ્વારા […]

Continue Reading

ચીફ જસ્ટિસની સુરક્ષા માત્ર કાગળ પર, કોઇ પણ સેલ્ફી લઇ શકે છે, યોગ્ય બંદોબસ્ત કરવાના આદેશ

ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની કમજોર સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ચિંતા જાહેર કરી છે. દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ આયુક્ત (સુરક્ષા) આઇડી શુક્લાએ કહ્યું,”ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં ધ્યાનમાં આવ્યું કે ચીફ જસ્ટિસની સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર છે. લોકો તેમની નજીક જઇને માળા પહેરાવી રહ્યા છે […]

Continue Reading

45 મિનિટ સુધી 108 એમ્બ્યુલન્સ ન આવતાં CMના માસિયાઈ ભાઈનું મૃત્યુ

લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108ની સેવાની બેદરકારીના કારણે મુખ્યમંત્રીના માસીના દીકરાનું મૃત્યુ થયું છે. ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રીના માસિયાઈ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ પોતાના મોબાઇલમાંથી 108ને ફોન લગાડ્યો હતો, પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા […]

Continue Reading

ફ્રાન્સમાં નાળિયેર વધેરીને રાજનાથસિંહે રાફેલની ડિલીવરી લીધી, દૈસો એવિએશનના પાયલટ સાથે પ્લેનમાં ઉડાન ભરી

મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ ફાઇટર પ્લેન ફ્રાન્સ દ્વારા સોંપવામાં આવ્યું છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝ પર તેઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જ્યાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ રાજનાથસિંહ સાથે ઉપસ્થિત હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે આ પ્લેનના ભારતમાં આવવાથી વાયુસેનાની શક્તિમાં વધારો થશે. રાજનાથસિંહે […]

Continue Reading