ઈમરાન ખાને પાકિસ્તાનને દેવા તળે દબાવી દીધું, એક વર્ષમાં 7,509 અબજ રૂપિયા કર્જ લીધુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિશ્વ ક્રિકેટના લિવિંગ લેજન્ડ મટીને પોલિટિશ્યન બનેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સત્તા પર આવ્યા પછી ફક્ત એક વર્ષમાં 7,509 અબજ રૂપિયાનું કર્જ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને વડા પ્રધાન કાર્યાલયને આ બાબતનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. સત્તા પર આવ્યાના પહેલાજ વર્ષે ઇમરાન ખાને પાકિસ્તાનને કમરતોડ કરજબોજા તળે કચડી નાખ્યાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

મિડ઼િયા રિપોર્ટ મુજબ 2018ના ઑગસ્ટથી 2019ના ઑગસ્ટ વચ્ચે પાકિસ્તાને ઘરઆંગણે અને વિદેશોમાંથી કુલ 7,509 અબજ પાકિસ્તાની રૂપિયાનું કરજ લીધું હતું. એમાંથી 2804 અબજ રૂપિયા વિદેશી કર્જ હતું અને બાકીનું4,705 અબજ રૂપિયાનું કરજ સ્વદેશી સ્રોતો પાસેથી મેળવ્યું હતું.

પાકિસ્તાનનું અર્થતંત્ર અત્યારે દેવાળિયા જેવું થઇ ચૂક્યું છે. તાજેતરમાં લશ્કરી વડા બાજવાએ કેટલાક અર્થનિષ્ણાતોની બેઠક યોજી હતી જેમાં અર્થતંત્રને પગભર કરવા શું કરી શકાય એની ચર્ચા પણ કરી હતી. દેશનું અર્થતંત્ર ખાડે ગયું હોય એવા સંજોગોમાં લશ્કરને મળતી મદદમાં પણ સારો એવો ઘટાડો થઇ જતો હોય છે. એટલે જનરલ બાજવાએ બેઠક યોજવાની પહેલ કરી હતી.