ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ શરૂ, અરવલ્લી-સાબરકાંઠા પાણી-પાણી

હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી પહેલાં જ રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર […]

Continue Reading

10 દેશમાં 100 મંદિર બનાવનારા અને 5 લાખ લોકોને વ્યસનમુક્ત કરાવનારા SMVSના સંસ્થાપક પરમ પૂજ્ય બાપજીને અંતિમ વિદાય

10 દેશોમાં 100 સ્વામિનારાયણ મંદિર બનાવનારા અને 5 લાખ લોકોને વ્યસનમુક્ત કરાવનારા સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ના સંસ્થાપક પરમ પૂજ્ય બાપજી (દેવનંદનદાસજી સ્વામી)ને શનિવારે અંતિમ વિદાય અપાઈ હતી. પાલખી યાત્રા સ્વામિનારાયણ ધામથી નીકળી સ્વામિનારાયણ ધામ કેમ્પર્સમાં વેદિકા સ્થળે સંપન્ન થઈ હતી. બાપજી ગુરુવારે અંતર્ધ્યાન થયા હતા. 300 કિલો ચંદનના કાષ્ટ દ્વારા તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં […]

Continue Reading

મા-કાર્ડથી આખા દેશની સરકારી હોસ્પિટલમાં સેવા લઇ શકશે

ગુજરાતીઓ ભારતભરમાં ફરતા હોવાને કારણે ગુજરાત સરકારે મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને મા-કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવા કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે મા-કાર્ડની પાછળ જ પ્રધાનમંત્રી કાર્ડની ઇમેજ અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરી દીધું છે. બે કાર્ડ મર્જ કર્યા ગુજરાત […]

Continue Reading

પીએમ મોદીને યુએઈ અને બહેરિનનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને બહેરીન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અકળાયેલા પાકિસ્તાને ઉપલા ગૃહના સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાનીનો યુએઈનો પ્રવાસ રદ કરી દીધો છે. રિપોર્ટ મુજબ યુએઈમાં સેનેટના ચેરમેનોએ 25થી 28 ઓગસ્ટ સુધી જવાનું હતું. તેમની સાથે સંસદીય પ્રતિનિધી મંડળ પણ જવાનું હતું પરંતુ મોદીને સન્માન […]

Continue Reading

પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે. તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, […]

Continue Reading

ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બમરના વચગાળાના જામીન વિશે આજે સુનાવણી કરવાના છે. દિલ્હી હાઈકોર્ટેથી જામીન રદ થયા પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ આ વિશે સુનાવણી કરશે. આ પહેલાં સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચુકાદો આપીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. […]

Continue Reading

પી વી સિંધૂ ત્રીજી વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઈનમાં પહોંચી

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી વી સિંધૂએ વર્લ્ડ બેડિમ્ન્ટ ચેમ્પિયનશિપ 2019ની મહિલા સિંગલ્સની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સેમિફાઈનલમાં તેણે ચીનની ચે યૂ ફેઈને 21-7, 21-14થી પરાજય આપ્યો હતો. આ સાથે જ સિંધૂ સળંગ ત્રીજા વર્ષે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. સિંધૂએ ચીનની ખેલાડી વિરુદ્ધ પોતાનો વ્યક્તિગત સ્કોર 6-3 કર્યો હતો. રિયો ઓલિમ્પિકની સિલ્વર […]

Continue Reading

રાહુલ ગાંધી સહિત 11 નેતાઓની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી પરત મોકલાયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૧૦ વિપક્ષી નેતાઓની સાથે શનિવારે શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. પરંતુપ્રશાસને તેમને એરપોર્ટ પરથી જ દિલ્હી પરત મોકલી દીધા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવાયા બાદ વિપક્ષી નેતાઓના પ્રતિનિધિમંડળ રાજ્યના પ્રવાસ પર ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી રાજ્યની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને સ્થાનીક નાગરિકો સાથે મુલાકાત કરવા માટે […]

Continue Reading

ક્રિકેટ સાથે હતો નાતો, સહેવાગના તો લગ્ન પણ જેટલીના બંગલામાં થયા હતા

ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલી ક્રિકેટ અને ક્રિકેટર્સ સાથેની નિકટતા માટે પણ જાણીતા હતા. આજે જેટલીએ ભલે દુનિયાને અલવિદા કીધી હોય પણ વિરેન્દ્ર સહેવાગ તેમને આખી જીંદગી યાદ રાખશે.એક સમયે ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર રહી ચુકેલા વિરેન્દ્ર સહેવાગને જેટલી સાથે ગાઢ મિત્રતા હતી એટલે સુધી કે સહેવાગના લગ્ન પણ જેટલીના સરકારી બંગલામાં થયા હતા. તે […]

Continue Reading

એક વર્ષમાં ચાર આધારસ્તંભ જેવા નેતાઓ ગુમાવ્યા ભાજપે

ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય રીતે તો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે પણ છેલ્લા એક વર્ષમાં પાર્ટીએ ચાર દિગ્ગજ નેતાઓને કાયમ માટે ગુમાવ્યા છે. ઓગષ્ટ 2018 થી ઓગષ્ટ 2019નુ વર્ષ ભાજપ માટે સારુ રહ્યુ નથી. 16 ઓગષ્ટ 2018ના રોજ પૂર્વ પીએમ વાજપેયીનુ અવસાન થયુ હતુ. એ પછી આ વર્ષે 17 માર્ચે ગોવાના સીએમ અને ભાજપના […]

Continue Reading