નયા ભારતના નિર્માણની નીંવ સમાન કેન્દ્રીય બજેટ : વિજય રુપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કરેલા 2019-20ના અંદાજપત્રને નયા ભારતના નિર્માણની નીંવ મુકનારૂં બજેટ ગણાવતા વધાવ્યું હતું. વિજય રૂપાણીએ બજેટ અંગેના પ્રતિભાવો આપતાં કહ્યું કે, દેશના પહેલા મહિલા નાણાં મંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી, સાથે-સાથે પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ઝોક […]

Continue Reading

દેશમાં આટલા કરોડ કેસ છે કોર્ટમાં પેન્ડિંગ, 8,500 નવા જજોની તાકીદે જરૂર

દેશની અદાલતોમાં ત્રણ કરોડથી વધુ કેસો છેલ્લાં કેટલાંય વરસોથી પેન્ડિંગ છે. ઓછામાં ઓછા 8,500 નવા જજોની તાકીદે જરૃર છે એવી માહિતી ગુરૂવારે સંસદમાં અપાઇ હતી. ગયા વરસે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદમાં માહિતી આપતાં કાયદા પ્રધાને કહ્યું કે હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં મળીને 8,500થી વધુ જજોની તાકીદે જરૂર […]

Continue Reading

માલદીવના રક્ષા પ્રમુખે હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકાને લઈને આપ્યું મોટું નિવેદન

માલદિવ્સનાં સંરક્ષણ દળના વડા અબ્દુલ્લા શમાલે શુક્રવારે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિઓ અને સલામતીના જોખમોની પરિસ્થિતીમાં પોતાના પડોશીઓને તાત્કાલિક સહાય પૂરી પાડી રહ્યા છે અને મોટા હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે સલામતીની ગેરંટીના કિસ્સામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.’ રાષ્ટ્રીય સુરક્ષા નબળાઈઓ નાના દેશો માટે આ મુદ્દા પરના એક કાર્યક્રમમાં, શમાલે કહ્યું […]

Continue Reading

સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થશે

શુક્રવારે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ અને વધારાની સ્પેશ્યલ એક્સસાઇઝ ડ્યૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે દેશમાં પેટ્રોલની કિંમત 2.5 રુપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમક 2.3 રુપિયા સુધી વધી શકે છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC)રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સમીક્ષા કરે છે. […]

Continue Reading

બેંકમાંથી વધારે રોકડ ઉપાડી તો 2 % ટેક્સ લાગશે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે વર્ષ 2019-20નું અંદાજ પત્રક રજૂ કર્યુ હતું. આ અંદાજ પત્રકમાં તેમણે જાહેરાત કરી હતી કે જો કોઈ વ્યક્તિ એક વર્ષમાં બેંકમાંથી રૂપિયા 1 કરોડથી વધારે રકમ ઉપાડશે તો રૂ.2 લાખ ટેક્સ આપવાનો રહેશે. જોકે, સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. રૂપિયા 5 લાખની આવક સુધી એક પણ રૂપિયો ઇનકમટેક્સ […]

Continue Reading

બાંગ્લાદેશ સામે 94 રનથી જીતની સાથે વિશ્વકપ-2019ની સફર થઈ પૂરી

બાંગ્લાદેશની ટીમ 44.1 ઓવરમાં 221 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસનએ 77 બોલમાં 6 ચોક્કા સાથે 64 રન બનાવ્યા. લિટન દાસ 32 અને મહમૂદુલ્લાએ 29 રન ફટકાર્યા. શાહિન આફ્રિદીએ પાકિસ્તાન માટે છ વિકેટ લીધી. વિશ્વ કપમાં પાકિસ્તાનમાં કોઈ પણ બોલર દ્વારા કરવામાં આવતો આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. પાકિસ્તાને આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ […]

Continue Reading

દેશના 17 ખ્યાતનામ પ્રવાસન સ્થળોને વિશ્વ કક્ષાના બનાવાશેઃ સીતારમન

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે દેશના 17 પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોને વિશ્વસ્તરીય સ્થળોના રુપમાં વિકસિત કરાશે, જેથી પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળી શકે. નાણાંમંત્રીએ પોતાના પ્રથમ બજેટ ભાષણમાં કહ્યું કે, સરકાર 17 પ્રતિષ્ઠિત પર્યટન સ્થળોને વિશ્વ સ્તરીય સ્થળ તરીકે વિકિસિત કરશે, જે અન્ય પર્યટન સ્થળો માટે એક મોડલના સ્વરુપમાં કાર્ય કરશે. આ પર્યટન સ્થળ પ્રવાસીઓને શ્રેષ્ઠ અનુભવ […]

Continue Reading

ભારતે શરુ કરી દુનિયાની સૌથી મોટી ડિફેન્સ ડીલ

ભારત હવે દુનિયાના સૌથી મોટી ડિફેન્સ ડીલની શરુઆત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડીલ હેઠળ ભારતે નવા વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરુ કરી છે. જેમાં ભારતીય વાયુસેના માટે 114 મલ્ટીરોલ યુદ્ધ વિમાનો ખરીદવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી મોટી ડિફેન્સ ડીલ તરીકે ભારતે 15 મિલિયન ડોલરની ડીલ કરી છે. ખાસ બાબત એ છે કે, […]

Continue Reading

કોંગ્રેસના બળવાખોર MLA અલ્પેશ ઠાકોર અને ધવલસિંહએ ક્રોસ વોટિંગ કરી રાજીનામું આપ્યું

અલ્પેશ અને ધવલસિંહે કોંગ્રેસના વ્હીપ છતાં ભાજપના ઉમેદવારોને મત આપ્યો છે. કોંગ્રેસના જ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બંને નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની પુષ્ટિ કરી છે. મતદાન કર્યા બાદ અલ્પેશ મીડિયા સમક્ષ નિવેદન આપવા માટે આવ્યા હતા પરંતુ ભાજપના દંડક પંકજ દેસાઇએ તેમને મીડિયાને પ્રતિક્રિયા આપવાની ના પાડતા અલ્પેશ ઠાકોરે ચાલતી પકડી હતી. ત્યારબાદ તેઓ સીધા […]

Continue Reading

ધારણા પ્રમાણે રાજ્યસભાની ગુજરાતની બંને બેઠકો ભાજપે જીતી

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટા ચૂંટણી આજે ગાંધીનગરમાં યોજાઇ હતી. આખો દિવસ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યા બાદ આજે ભાજપના બંને ઉમેદવારોનો વિજય થયો છે.  આ અગાઉ મતદાન સંપન્ન થયા બાદ કોંગ્રેસના નેતાઓ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી વાંધા ઉઠાવ્યા હતા. જેમાં એવું કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય છે. આ બંને […]

Continue Reading