અમદાવાદ: PGમાં યુવતીની છેડતી મામલે પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે થયેલ યુવતીની છેડતી સંદર્ભે FIR દાખલ કરાઇ છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પી.જી. હોસ્ટેલ ચાલે છે. આ હોસ્ટેલમાં સાફ-સફાઇ કરતી યુવતી હોસ્ટેલના ડ્રોઇંગ રૂમમાં સૂઇ ગઇ હતી ત્યારે રાત્રિના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઇ અજાણી વ્યક્તિએ […]

Continue Reading

ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વ્યક્ત કર્યો અણસાર

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસું આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે 19 જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં ચોમાસનો પ્રારંભ થઈ જતો હોય છે પરંતુ હજુ દેશના 10-15 ટકા વિસ્તારમાં જ ચોમાસાનો પ્રારંભ થયો […]

Continue Reading

રાજ્યમાં કથળેલી જાહેર આરોગ્ય સેવા મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી

રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓની ઉણપને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાયમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર અને જિલ્લા કક્ષાએ હોસ્પિટલોની મોટા પાયે ઊણપ હોવાની કોર્ટમાં રજૂઆત કરવામા આવી છે. અને તેને કારણે જાહેર આરોગ્ય જોખમમાં મુકાયું હોવાની પણ રજૂઆત હાઈકોર્ટમાં થઈ છે. ઉપરાંત અરજદારે હાઈકોર્ટ સમક્સ એવી પણ રજુઆત કરી […]

Continue Reading

કિસાન ક્રેડિટ કાર્ડ : મોદી સરકાર બજેટમાં ખેડૂતોને આપી શકે છે મોટી ભેટ

જૂલાઈમાં પ્રસ્તુત થનારા કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. મોદી સરકાર એવી જાહેરાત કરી શકે છે જેનાથી ખેડૂતોને કરજથી રાહત મળી શકે છે. મોદી સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત રૂ. એક લાખનું દેવું વગર વ્યાજે આપી શકે છે. ભાજપે લોકસભાની ચૂંટણી દરમિયાન ખેડૂોને વાયદો કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ […]

Continue Reading

ભારતીય હોકી ટીમે ફાઇનલ ટુર્નામેન્ટમાં જીત મેળવી, ઓલમ્પિક તરફ કરશે કૂચ

ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 5-1 ગોલથી હરાવીને એફઆઇએચ હોકી સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં વિજયી રહેતા મજબૂત છાપ ઉભી કરી હતી. ટૂર્નામેન્ટમાં ભારતે પાંચ મેચમાં 35 ગોલ ફટકાર્યા હતાં. જ્યારે ભારત સામે હરીફ ટીમો માત્ર ચાર જ ગોલ નોંધાવી શકી હતી. ભારતીય હોકી ટીમનું લક્ષ્‍ય આવતા વર્ષે યોજાનારા […]

Continue Reading

જાપાન 6.5ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યુ, શક્તિશાળી આંચકા બાદ અપાઇ સુનામીની ચેતવણી

જાપાનના સમુદ્રમાં 6.5-તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. શક્તિશાળી ઝટકાએ સુનામીની ચેતવણી આપી છે. જાપાનની હવામાન એજન્સીનાં જણાવ્યા પ્રમાણે,સુનામીના તરંગ આશરે 0.2 થી 1 મીટરની ઊંચાઈ સુધી પહોંચવાની ધારણા છે. ભૂકંપ જાપાનના સૌથી મોટા જાપાની ટાપુ હોન્સુના પશ્ચિમ કિનારે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ભૂગર્ભનું કેન્દ્ર જમીનથી નીચે ફક્ત 5 કિમી હતુ. યમગતા અને નિગાતા પ્રીફેક્ચર્સ […]

Continue Reading

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

કપ્તાન ઇઓન મોર્ગનની રેકોર્ડ બ્રેકિંગ સદી સાથે, ઈંગ્લેન્ડે મંગળવારે વર્લ્ડકપ 2019 માં અફઘાનિસ્તાનને 150 ની સરસાઈથી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડનો વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત છે. અગાઉ 2015 ના વર્લ્ડ કપમાં તેમના પડોશી સ્કોટલેન્ડને 119 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે ઇંગ્લેન્ડ હવે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે.આ મેચમાં, ઈંગ્લેન્ડ ટૉસ જીત્યો […]

Continue Reading

બેન્કોએ દેવાળિયા કોર્ટમાં જવાનો નિર્ણય કરતા જેટના શેરમાં 41% ઘટાડો

જેટ એરવેઝનો શેર મંગળવારે 41 ટકા ઘટ્યો હતો. બીએસઈ પર શેર 40.78 ટકા નુકસાનની સાથે 40.45 રૂપિયા પર બંધ થયો હતો. એનએસઈ પર 40.79 ટકા નીચે 40.50 રૂપિયા પર ક્લોઝિંગ થયું હતું. કારોબાર દરમિયાન 53 ટકા ઘટાડો આવ્યો હતો. જેટની લેન્ડર્સ બેન્કોએ સોમવારે એવો નિર્ણય કર્યો હતો કે દેવાની વસુલાત માટે દેવાળિયા કોર્ટમાં અરજી દાખલ […]

Continue Reading

અર્થવ્યવસ્થામાં સુધારા અને બજેટ પહેલા વડાપ્રધાને તમામ ખાતાઓ સાથે બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજી કાર્યકાળના પહેલા બજેટ પહેલા જ નાણા ખાતુ અને અન્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં દેશની અર્થવ્યવસ્થાને ગતિમાન કરવા અને બેરોજગારી સામે નવા રોજગાર ઉભા કરવા માટે સરકાર 100 દિવસના એજન્ડાને અંતિમ રુપ આપવાનો હતો. સૂત્રો મુજબ વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ […]

Continue Reading

બંધારણમાં સંશોધન થકી ‘એક દેશ, એક ચૂંટણી’ સંભવ બની શકે

દેશમાં ‘એક દેશ, એક ચૂંટણી’ને લઈને મંથન શરુ થઈ ગયું છે. મંગળવારે દેશના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિએ એને આકર્ષક વિચાર જણાવીને કહ્યું કે, બંધારણમાં સંશોધન કરીને જ ‘એક દેશ, એક ચૂંટણી’નો વિચારને અમલમાં લાવી શકાશે. ટીએસ કૃષ્ણમૂર્તિએ વધુમાં ઉમેર્યું કે, ‘એક દેશ, એક ચૂંટણી’નો વિચાર ખૂબ જ આકર્ષક છે પરંતુ વિધાનસભાનો કાર્યકાળ નિર્ધારિત કરવા […]

Continue Reading