જેટ એરવેઝનો શેર મંગળવારે 41 ટકા ઘટ્યો હતો. બીએસઈ પર શેર 40.78 ટકા નુકસાનની સાથે 40.45 રૂપિયા પર બંધ થયો હતો. એનએસઈ પર 40.79 ટકા નીચે 40.50 રૂપિયા પર ક્લોઝિંગ થયું હતું. કારોબાર દરમિયાન 53 ટકા ઘટાડો આવ્યો હતો. જેટની લેન્ડર્સ બેન્કોએ સોમવારે એવો નિર્ણય કર્યો હતો કે દેવાની વસુલાત માટે દેવાળિયા કોર્ટમાં અરજી દાખલ કરશે.
જેટની વિરુદ્ધ 2 વેન્ડર કંપનીઓ પહેલા જ દેવાળિયા કોર્ટમાં જઈ ચૂકી છે
1. એસબીઆઈનું કહેવું છે કે રોકાણકારો સેબી પાસેથી થોડી છૂટ ઈચ્છે છે. ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ(આઈબીસી) અંતર્ગત આ ડીલ સારી રીતે થઈ શકે છે. લેન્ડર્સે આઈબીસીની બહાર સમાધાન શોધવાની પૂરી કોશિશ કરી.
2. અગાઉ 10 જૂને જેટના બે વેન્ડર કંપનીઓ સમન વ્હીકલ્સ અને ગાગર એન્ટરપ્રાઈઝ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) પહોંચી ગઈ હતી. તેમની અરજી પર 20 જૂને સુનાવણી થશે. ટ્રિબ્યુનલે બંને કંપનીઓને કહ્યું હતું કે જેટ એરવેઝને લીગલ નોટીસ મોકલવામાં આવે. જેટે સમન વ્હીકલ્સના 8.74 કરોડ રૂપિયા અને ગાગર એન્ટરપ્રાઈઝના 53 લાખ ચૂકવવાના બાકી છે.
3. ઈમરજન્સી ફંડ ન મળવાને કારણે જેટ એરવેઝનું સંચાલન 17 એપ્રિલથી બંધ છે. એરલાઈન પર 8,000 કરોડ રૂપિયાથી વધુ દેવું છે. વેન્ડરને ચૂકવવાની નીકળતી રકમ અને કર્મચારીઓના વેતન સહિત 25,000 કરોડ રૂપિયા સુધીનું દેવું છે.

