રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠું, કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ

રાજ્યમાં અચાનક સમગ્ર વાતાવરણમાં પલટો આવતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. જામનગર, મોરબી, પડઘરી સહિતના વિસ્તારોમાં એકાએક ગાજવીજ સાથે કરા પડ્યા હોવાના સમાચાર છે. કમોસમી વરસાદને લઇને ઉનાળુ પાક તલ, બાજરી સહિતના ધાન્યને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અમુક સ્થળો પર વરસાદની આગાહી […]

Continue Reading

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત વધારાઇ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 25મી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવા 39 જેટલાં સેન્ટર પણ કાર્યરત રહેશે. સાથે જ આ સેન્ટર પર 26 એપ્રિલ સુધી ફોર્મ જમા કરાવી શકાશે. લોકસભાની ચૂંટણીના કારણે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરાયો […]

Continue Reading

સુરતમાં પકડાયા હાઇટેક ચોર, Youtube ઉપર ટેકનિશ શોધીને કરી હીરાની ચોરી

સુરતના કાપોદ્રાના મોહનનગરમાં આવેલા હીરાના કારખાનામાં દસ દિવસપહેલા થયેલી 17 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે. કાપોદ્વા પોલીસે બે યુવકોને પકડી પાડી 11.17 લાખના હીરા રિકવર કર્યા છે. યુ ટ્યુબમાં ટેકનિક જોઇ હીરાના કારખાનામાં હાથફેરો કરતા આ બદમાશોની પૂછપરછમાં દામનગર ખાતે થયેલી હીરા ચોરી પણ ડિટેક્ટ થઇ હતી. મળતી માહિતી પ્રમાણે મોટાવરાછા ઉત્રાણ રોડ […]

Continue Reading

મહેસાણામાં ચાર ST બસ વચ્ચે અકસ્માત, એકનું મોત, 20 ઘાયલ

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, તો બીજી બાજુ મહેસાણામાં સિદ્ધપુર ઉંઝા હાઇવે પાસે એક સાથે ચાર ST બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 20થી વધુ મુસાફર ઘાયલ થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણ વાડા પાસે ST બસ અને […]

Continue Reading

રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પલટો, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠામાં માવઠું

હવામાન ખાતાની આગાહી પ્રમાણે સોમવારથી જ રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પટલો આવ્યો છે. મંગળવારે સવારે રાજ્યના અનેક શહેરોમાં ધૂળની ચાદર છવાઈ ગઈ છે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ મોડી રાતથી જ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બની ગયું છે. રાજ્યના અન્ય જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદના સમાચાર પણ સામે આવ્યા […]

Continue Reading

વધુ ખરાબ થઈ રહી છે પાક.ની હાલત, હવે IMF દ્વારા રાહત પેકેજમાં વિલંબ

દેવામાં ડૂબેલા અને ગબડતી અર્થવ્યવસ્થાનો માર સહન કરી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક આંચકો લાગ્યો છે. હવે અહેવાલ છે કે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા મળનારા રાહત પેકેજમાં વિલંબ થઈ શકે છે. તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે વૈશ્વિક ઋણદાતા CPEC પરિયોજના પર પારદર્શિતા વધારવા માટે દબાણ કરી રહ્યું છે અને ઇસ્લામાબાદથી લેખિતમાં […]

Continue Reading

રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને BJPને કર્યું સમર્થન

સોમવારે સાંજે જાડેજાએ એક ટ્વિટ કરીને બીજેપીનો સિમ્બોલ શેર કર્યો હતો. આ સાથે તેમને પોતાની ટ્વિટમાં નરેન્દ્ર મોદીને ટેગ કરીને પોતાની પત્નીનું હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાની ટ્વિટનો જવાબ પણ આપ્યો છે. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી રવિન્દ્ર જાડેજાનો આભાર માનતાં થેન્ક્યૂ લખ્યું છે. વર્લ્ડકપ ટીમમાં પસંદગી થયાના થોડાંક જ […]

Continue Reading

પેરીસમાં 850 વર્ષ જૂના નોટ્રે ડેમ કેથેડ્રલમાં ભીષણ આગ

ફ્રાન્સના પેરીસમાં આવેલા ૮૫૦ વર્ષ જુના કેથેડ્રલ નોટ્રે ડેમમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર આ ગીરજાઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યંું હતું જેને પગલે આ આગ લાગી હોવાની શક્યતાઓ છે. હાલ સમગ્ર મામલે તપાસ જારી છે અને આગ કાબુમાં લેવાઇ રહી છે હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. […]

Continue Reading

નર્મદાને સાચા અર્થમાં રેવા કરવા માટે આ સાત માંગ કરાઈ, શું સરકાર માનશે??

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનું અમૃત સમાન પાણી હવે વખ ઘોળ્યા સમાન બની રહ્યુ છે. અને ગુજરાતમાં તો 161 કિલોમીટરના વિસ્તારમાં વહેતી નર્મદા જાણે રણમાં ફેરવાઈ ગઈ છે. નર્મદા નદીનું અસ્તિત્વ લગભવ ખતમ થવાની સ્થિતિમાં છે. પર્યાવરણને લઈને ચિંતિત કટેલકી સંસ્થાઓએ નાંદ ગામથી ભાડભૂત સુધી નર્મદાના 60 કિલોમીટર વિસ્તારમાં પાણીને સેમ્પલ લીધા હતા. .અને આ […]

Continue Reading

ખેડૂતો માટે આવી સૌથી મોટી ખુશખબર, હવામાન વિભાગે ચોમાસાની કરી આ આગાહી

ભારતનાં હવામાન વિભાગે ચોમાસા વિશે આગાહી કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. વધુમાં હવામાન વિભાગે અન્ય દેશોની હવામાન એજન્સીઓના દાવાને ફગાવતાં કહ્યું કે અલનિનો નબળું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મેં મહિનાના અંતમાં ભારતના દક્ષિણ – પશ્ચિમ છેડાથી ચોમાસાની શરૂઆત થશે જે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતનાં 70% વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગની […]

Continue Reading