ભારતનાં હવામાન વિભાગે ચોમાસા વિશે આગાહી કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. વધુમાં હવામાન વિભાગે અન્ય દેશોની હવામાન એજન્સીઓના દાવાને ફગાવતાં કહ્યું કે અલનિનો નબળું રહેશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મેં મહિનાના અંતમાં ભારતના દક્ષિણ – પશ્ચિમ છેડાથી ચોમાસાની શરૂઆત થશે જે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતનાં 70% વિસ્તારમાં પહોંચશે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સરેરાશ 96% વરસાદ રહેવાની સંભાવના છે.
આ આગાઉ સ્કાયમેટે જણાવ્યું હતું કે ભારતમાં જૂન જુલાઈ મહિના કોરા રહેશે. જ્યારે જાપાનની હવામાન એજન્સીનાં જણાવ્યાં મુજબ ભારતમાં આ વખતે ચોમાસુ નબળું રહેવાની શક્યતાં છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસામાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. એજન્સીએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસમાં વરસાદનું સરેરાશ પ્રમાણ 93% રહેશે. સ્કાયમેટે સામાન્ય રીતે ચોમાસાના અનુમાન માટે અલ નિનોની ઘટનાને જવાબદાર ગણાવી હતી. સ્કાયમેટનાં માનવાં મુજબ ઓછા સામાન્ય વરસાદની શક્યતા 55% છે. જો કે ભારતીય હવામાન વિભાગે અલનીનો અસરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ વખતે અલનીનો અસર પ્રભાવક રહેશે નહીં. હવામાન વિભાગની ચોમાસુ સામાન્ય રહેવાની આગાહીને કારણે અર્થતંત્રમાં સુધારો થઇ શકે છે. કેમ કે એશિયાનાં ત્રીજા મોટા અર્થવ્યવસ્થા ગણાતાં ભારતમાં કૃષિ ક્ષેત્રનો સૌથી વધુ હિસ્સો છે. હાલ દેશના અડધાથી ઉપરનાં ખેતરોમાં સિંચાઈની ઘટની સમસ્યા છે તેનો પૂરતાં વરસાદની ઉકેલ આવી શકશે.