દોષી પવનની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી, કાલે સવારે 6 વાગે ફાંસીનો સમય નક્કી કરાયો છે

સુપ્રીમ કોર્ટ સોમવારે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યુરેટિવી પિટીશન ફગાવી દીધી છે. પવને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી. તેના વકીલ એપી સિંહે ઓપન કોર્ટમાં સુનાવણીની માંગણી કરી હતી. આ વિસે જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી 5 જજની બેન્ચે કહ્યું કે, સજા પર પુન:વિચાર વિશે કોઈ સવાલ જ ઉભો થતો નથી. હવે પવન […]

Continue Reading

ચીનમાં કોરોના વાઈરસના નવા કેસ ઘટવા લાગ્યા, ફેક્ટરીઓ-કારખાના ફરી શરૂ થવા લાગ્યા

ચીનમાં કોરોના વાઈરસના નવા કેસનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, દેશ ધીમે ધીમે પૂર્વવત બનવા જઈ રહ્યો છો. સત્તાવાળાઓ અને કારોબારીઓ સંખ્યાબંધ પગલા ભરી રહ્યા છે, સ્થાનિક સરકારો કામદારો માટે બસોની વ્યવસ્થા કરી રહી છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને રોગના ચેપથી બચાવવા સમગ્ર હોટેલોથી લઈ ઘરો ખરીદી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણનું પ્રમાણ ઘટવાને લીધે આશરે […]

Continue Reading

દિલ્હી: અફવાના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં નાસભાગ મચી, 1નું મોત

પાટનગર નવી દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં રવિવારે સાંજે કોઇએ હિંસાની અફવા ફેલાવતાં નાસભાગ મચી ગઇ હતી. એક યુવાનનું મૃત્યુ થયું હતું. તરત આ વિસ્તારમાં પોલીસ કુમક વધારી દેવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ બાટલા હાઉસ નજીકની એક મસ્જિદ પાસે હબીબુલ્લાહ શહાબ નામનો યુવાન બેહોશ થઇને ઢળી પડ્યો હતો. એને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયો જ્યાં […]

Continue Reading

કોરોના વાયરસ: ઈટાલીમાં ફસાયેલા 85 વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદ માગી

ઈટાલીમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 34 લોકોના મોત થયા છે. ભારત ઈટાલીમાંથી પોતાના લોકોને દેશ પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85 ભારતીય વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી ક્વોરેન્ટાઈન (અલગ) કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ભારત પરત ફરવા માટે વિમાનની ટિકિટ બુક કરાવી હતી પરંતુ કોરોનાના જોખમને કારણે દરરોજ ફ્લાઈટ રદ થઈ રહી છે. […]

Continue Reading

ગુજરાત સરકાર 2020-21માં 46,501 કરોડનું દેવું કરશે, વ્યાજ પેટે 23,871 કરોડ ચૂકવશે

ગુજરાત સરકાર વિવિધ હેતુ માટે દર વર્ષે હજારો-કરોડોનું નવું દેવું કરે છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં પણ સરકાર રૂ. ૪૬,૫૦૧ કરોડનું દેવું કરાશે. તેથી વર્ષાન્તે રાજ્યનું કુલ દેવું વધીને રૂ. ૨,૯૪,૨૬૮ કરોડને આંબી જશે. આમ, ગુજરાત સરકાર ૨૦૨૦-૨૧માં માસિક ૩૮૭૫ કરોડ અને દૈનિક રૂ. ૪૬૫ કરોડનું નવું દેવું કરશે. સરકારની માહિતી પ્રમાણે ૨૦૨૦-૨૧માં સરકારને કુલ ૨૩,૮૭૧ કરોડનું […]

Continue Reading

હોળી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડર સસ્તો થયો, સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 53 રૂપિયાનો ઘટાડો

હોળીના તહેવાર પહેલા સરકારે મોંઘવારીનો માર સહી રહેલી જનતાને ઘરેલું ગેસ સિલેન્ડરની કિંમતોમાં થોડી રાહત આપી દીધી છે. એટલે કે એક માર્ચથી કોઈપણ સબસિડી વાળો LPG સિલિન્ડર 805 રૂપિયા અને મુંબઈમાં 776 રૂપિયામાં મળશે. ગત વર્ષે ઓગસ્ટ બાદ આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે. આ પહેલા 6 મહિનામાં તેની કિંમતોમાં […]

Continue Reading

દિલ્હીના કેટલાક વિસ્તારમાં હિંસાની અફવા, પોલીસે કહ્યું-સ્થિતી સામાન્ય, શાંતિ જાળવો

દિલ્હીના તિલકનગર, હરિનગર, ખ્યાલા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસાની અફવા બાદ અફરા-તફરી મચી ગઈ છે. દુકાનો બંધ રહી છે અને લોકો આમતેમ ભાગી રહ્યાં છે. જનકપુરી નજીક ડાબરી વળાંકથી પણ અફરા તફરી મચી હોવાની માહિતી છે. DMRCએ ઉતાવળમાં તિલક નગર સિવાય નાંગલોઈ સ્ટેડિયમ, બદરપુર, તુગલકાબાદ, ઉત્તમનગર વેસ્ટ અને નવાદા મેટ્રો સ્ટેશનને બંધ કરી દીધાં. જો કે […]

Continue Reading

EPFOનાં 6 કરોડ સબસ્ક્રાઈબર્સને સરકાર તરફથી 5 માર્ચે મળશે મોટી ગિફ્ટ

કર્મચારી ભવિષ્ય નિધિ ભવન (EPFO)ના 6 કરોડ સબસ્ક્રાઈબર્સને કેન્દ્ર સરકાર ટુંક સમયમાં મોટી ગિફ્ટ આપી શકે છે. શ્રમ મંત્રાલય આ વાત પર વિચાર કરી રહ્યું છે કે પ્રોવિડન્ડ ફંડ ડિપોઝિટ પર વ્યાજ દરને 8.65 ટકા પર જ રાખવામાં આવે. સૂત્રોએ એજન્સી પીટીઆઈને એ જાણકારી આપી છે કે, જો આવું બને તો, સીધી રીતે 6 કરોડ […]

Continue Reading

કો-ઓપરેટિવ બેન્કોને RBIના નિયમો હેઠળ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

દેશની કો-ઓપરેટિવ બેન્કોની નબળાઇઓ દૂર કરવા માટે તમામ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્કના નિયમો હેઠળ લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે બેન્કિંગ નિયમોમાં સુધારો કરવા માટે જરુરી બિલ બજેટ સત્રમાં પસાર કરવામાં આવે એવી સંભાવનાઓ છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ આ નિયમની મદદથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં ઉદભવેલી સ્થિતિઓને ભવિષ્યમાં રોકી […]

Continue Reading

કેરળની સરકારી કોલેજોમાં ‘ભારત અમારો દેશ નથી’ના પોસ્ટર્સ લાગ્યા

દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાની અસર હવે દક્ષિણના રાજ્ય કેરળમાં જોવા મળી છે. અહિંની કેટલીક સરકારી કોલેજોમાં ભારત વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવ્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ સક્રિય બની છે.  પોલીસના જણાવ્યા મુજબ કોલેજોની દીવાલ પર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યુ હતું કે ‘ભારત અમારો દેશ નથી.’ આ લખાણ સાથેના પોસ્ટરો કેરળની સરકારી કોલેજોમાં ચોંટાડવામાં આવ્યા […]

Continue Reading