દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં કમોસમી વરસાદ

પાટનગર નવી દિલ્હી અને રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાં ગુરૂવારે બપોર પછી અચાનક હવામાને પલટો લીધો હતો અને સાંજે તો ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. પરિણામે હવામાં ઠંડક વધી ગઇ હતી અને રાત્રે તો લોકોએ ગરમ કપડાં પહેરવાં પડ્યાં હતાં. એ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી માવઠું થયું હતું. ગુજરાત રાજ્યમા ંકેટલાંક સ્થળોએ તો […]

Continue Reading

ભારત સામે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને ઝાટક્યું : રિપોર્ટ

ભારતની વિરુદ્ધ એફ-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. અમેરિકાના મીડિયા ગ્રૂપ યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટમાં બુધવારે આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, હથિયાર નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિદેશ મંત્રી એન્ડ્રીયા થોમ્પસને આ મામલે ઓગસ્ટમાં પાકિસ્તાનના વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાને પત્ર લખ્યો હતો. પત્રમાં […]

Continue Reading

અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો ! મોંઘવારી દર વધીને 5.54 ટકા થયો, ત્રણ વર્ષમાં સૌથી વધારે

અર્થવ્યવસ્થાના મોરચે બે મોટા ઝટકા લાગ્યા છે. નવેમ્બર મહિનામાં મોંઘવારી 4.62થી વધીને 5.54 ટકા થૈ ગઈ છે. તો ઓક્ટોબર મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ફરીથી નેગેટિવ ઝોનમાં આવી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં થોડોક સુધારો જોવા માટે મળ્યો હતો. આ -5.4 ટકાના મુકાબલે -3.8 ટકા જોવા માટે મળ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબર 2018માં આ 8.4 ટકા હતો. ઔદ્યોગિક […]

Continue Reading

અફઘાની ડુંગળીની આયાતના લીધે ડુંગળીના ભાવોમાં ભારે મોટો ઘટાડો

દેશમાં અફઘાની ડુંગળીની આવક વધવાના લીધે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના બજારોમાં ડુંગળીની કિંમતોમાં જોવા મળી રહેલી તેજી પર બ્રેક લાગી છે. દિલ્હીમાં ગત સપ્તાહની સરખામણીએ ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં 15 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીના આઝાદપુર માર્કેટમાં બુધવારે સવારે ડુંગળીનો જથ્થાબંધ ભાવ 30થી 70 રૂપિયા પ્રતિ કિલો હતો. આ ઉપરાંત […]

Continue Reading

ચેરિટી ફંડના દુરૂપયોગ કેસમાં અમેરિકી પ્રમુખ ટ્રંપે રૂ. 15 કરોડનો દંડ ચુકવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ચેરિટી ફંડના દુરૂપયોગ મામલે 20 લાખ અમેરિકી ડોલર એટલે આશરે 15 કરોડ રૂપિયાનો દંડ ચુકવવો પડયો છે. ન્યૂયોર્ક રાજ્યના ન્યાયાધીશે ગત મહીને ટ્રંપને ચુકવણી માટેનો આદેશ આપ્યો હતો અને બને તેટલી ઝડપથી ચુકવણી કરવા ફટકાર પણ લગાવી હતી. ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. […]

Continue Reading

અયોધ્યા કેસમાં તમામ પુનર્વિચાર અરજી સુપ્રિમે ફગાવી, કેસ બીજી વખત નહીં ખુલે

અયોધ્યા કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ પુનર્વિચાર અરજીને સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ફગાવી દિધી હતી.કોર્ટએ આ કેસમાં પુર્નર્વિચાર કરવાનો ઇન્કાર કરી દિધો છે. હવે આ કેસને બીજી ખોલવામાં નહીં આવે,કોર્ટનાં પાંચ ન્યાયાધિશે આ ચુકાદો સંભળાવ્યો છે,આ મામલામાં કુલ 18 અરજીઓ થઇ છે. પુનર્વિચાર અરજીમાં કોર્ટને 9 નવેમ્બરનાં ચુકાદા પર પુનરવિચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો,9 નવેમ્બરનાં […]

Continue Reading

ફેક ન્યૂઝ પર લગામઃ ફેસબુકનું ફેક્ટ ચેક ફીચર ભારતમાં શરૂ

છેલ્લા થોડા વર્ષો દરમિયાન ફેસબુક અને વ્હોટ્સએપ દ્વારા ખોટા સમાચાર ફેલાવાના કારણે તોફાનો ભડકવાની અને મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ નોંધાઈ છે. ત્યારે ફેસબુકે ભારતમાં ફેક ન્યૂઝ ઓળખી તેને દૂર કરવા એક નવા ઓપ્શનની શરૂઆત કરી છે. ફેસબુકમાં નવું ફીચર અમલી બન્યા બાદ જ્યારે પણ કોઈ યુઝર ફેસબુક પર ખોટા સમાચાર કે ખોટી હકીકત દર્શાવતી પોસ્ટ […]

Continue Reading

ગોંડલ અને કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને બેવડો માર પડ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. […]

Continue Reading

અમદાવાદના હાથીજણ-વાડજ-થલતેજ સહિતના વિસ્તારોમાં સમીસાંજે વરસાદ, સુઇગામમાં કરા પડ્યા

અમદાવાદમાં ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. હાથીજણ અને વિવેકાનંદનગર સર્કલ ઉપરાંત વાડજ, થલતેજ, સાબરમતી સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો. એકાએક પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. લોકો પણ સાંજના સમયે ઘરે જઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતાં તીવ્રતમ ઠંડી અનુભવી હતી. હજી આવતીકાલે પણ […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર / સુપ્રીમ કોર્ટે કહ્યું- લોકોને સાચી માહિતી જાણવાનો હક, ત્રણ સભ્યોનું તપાસ પંચ 6 મહિનામાં રિપોર્ટ આપશે

તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર 4 આરોપીના એન્કાઉન્ટર અંગે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ માટે ભૂતપુર્વ ન્યાયમૂર્તિ વીએસ સિરપુરકરના વડપણમાં ત્રણ સભ્યના એક પંચની રચના કરી છે, જે 6 મહિનામાં તેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરશે. ચીફ જસ્ટીસ એસએ બોબડેએ કહ્યું હતું કે લોકોને […]

Continue Reading