અયોધ્યા કેસમાં તમામ પુનર્વિચાર અરજી સુપ્રિમે ફગાવી, કેસ બીજી વખત નહીં ખુલે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અયોધ્યા કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ પુનર્વિચાર અરજીને સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ફગાવી દિધી હતી.કોર્ટએ આ કેસમાં પુર્નર્વિચાર કરવાનો ઇન્કાર કરી દિધો છે.

હવે આ કેસને બીજી ખોલવામાં નહીં આવે,કોર્ટનાં પાંચ ન્યાયાધિશે આ ચુકાદો સંભળાવ્યો છે,આ મામલામાં કુલ 18 અરજીઓ થઇ છે.

પુનર્વિચાર અરજીમાં કોર્ટને 9 નવેમ્બરનાં ચુકાદા પર પુનરવિચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો,9 નવેમ્બરનાં દિવસે સુપ્રિમ કોર્ટનાં પાંચ ન્યાયાધિશોની બેન્ચએ સર્વસંમતીથી આ ચુકાદો આપતા અયોધ્યામાં વિવાદિત જમીન મંદિર બનાવવા માટે આપવામાં આવી હતી.

અને સુન્ની વકફ બોર્ડમાં જ અન્ય જગ્યાએ પાંચ એકર જમીન મસ્જીદ બનાવવા માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ ચુકાદાનાં વિરૂધ્ધમાં કુલ 19 જેટલી પુનર્વિચાર અરજી દાખલ થઇ જેમાં 18 પુનર્વિચાર માટે દાખલ થઇ હતી.

કોર્ટનાં નિયમ મુજબ કોઇ પણ ચુકાદા પર કોર્ટ પુનર્વિચાર ત્યારે જ કરે છે જ્યારે ચુકાદામાં સ્પષ્ટ રીતે કાયદાકીય અથવા તથ્યાત્મક ખામી હોય.સુપ્રિમ કોર્ટનાં નિયમ મુજબ પુનર્વિચાર અરજી પર તે જ બેન્ચ વિચાર કરે છે.

જેણે ચુકાદો આપ્યો હોય.પરંતું આ કેસમાં ન્યાયાધિશ રંજન ગોગોઇ સેવાનિવૃત થઇ ગયા છે.એવામાં બેન્ચમાં પાંચ ન્યાયાધિશોનું કોરમ પુરૂ કરવા માટે સુનાવણી બેન્ચમાં નવા ન્યયાધિશ સંજીવ ખન્નાને સામેલ કરવામાં આવ્યા.

આ પણ નિયમ છે કે પુનર્વિચાર અરજી પર ચુકાદો આપવા માટે ન્યાયાધિશ સર્ક્યુલેશન દ્વારા ચેમ્બરમાં વિચાર કરે છે.અરજી અંગે ખુલ્લી અદાલતમાં સુનાવણી અને ચર્ચા થતી નથી.

ચેમ્બરમાં જ ફાઇલ અને રેકોર્ડ જોઇને જો કોર્ટને લાગે કે આ કેસની ખુલ્લી અદાલતમાં સનાવણીની જરૂર છે,ત્યારે કોર્ટ પુનર્વિચાર અરજી પર નોટીસ જારી કરે છે અને કેસની સુનાવણી ખુલ્લી અદાલતમાં કરવાનો હુકમ આપે છે.

અયોધ્યા કેસમાં હાઇકોર્ટનાં ચુકાદાનાં વિરૂધ્ધમાં અપિલ કરનારા પક્ષકારોમાં કુલ 9 મુળ પક્ષકારો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી,બીજી અરજીઓ એવા લોકોએ દાખલ કરી છે.

જે મુળ કેસમાં પક્ષકારો ન હતાં હિંદુ પક્ષ તરફથી હિંદુ મહાસભા અને નિર્મોહી અખાડાએ પુનર્વિચાર અરજી દાખલ કરી પરંતું બંનેએ સિમિત મુદ્દા પર કોર્ટના ચુકાદા પર પુનર્વિચારનો અનુરોધ કર્યો હતો.