દુનિયાને ટોમ એન્ડ જેરીથી પેટ પકડીને હસાવનાર જિન ડિચનું નિધન, પ્રાગમાં લીધા અંતિમ શ્વાસ

દુનિયાને એનિમેશનની તાકાતથી રૂબરૂ કરાવનાર ઓસ્કાર વિજેતા કાર્ટૂન પાત્રો ટોમ એન્ડ જેરીના ઈલસ્ટ્રેટર, પોપય ધ સેલર મેન અને મુનરો જેવી કાર્ટૂન ફિલ્મના નિર્દેશક-નિર્માતા જિન ડિચનું 95 વર્ષની વયે નિધન થયું છે. જિન ડિચ એનિમેટર, પ્રોડ્યુસર અને ખુબજ શાનદાર ફિલ્મ ડાયરેક્ટર હતા. જિનના પ્રખ્યાત કાર્ટૂન કેરેક્ટર્સ ટોમ એન્ડ જેરીના કારણે ખુબજ લોકપ્રિયતા મળી. આ સિવાય ફિલ્મ […]

Continue Reading

ચીન સામે યુરોપ-પશ્ચિમી દેશો થયા એક, કોરોનાને કારણે ચીન વિશ્વભરમાં થયું બદનામ

જીવલેણ કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ હતી, ત્યાર બાદ આ વાયરસનો ફેલાવો વિશ્વભરમાં ફેલાયો છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે હવે ચીન પર સમગ્ર વિશ્વની નજર છે, જર્મની, અમેરિકા બાદ અન્ય દેશોએ પણ ચીનને વાઇરસના કારણે ઘેર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો કોરોના વાઇરસ માટે ચીન જવાબદાર ઠર્યું તો તેણે બહુ જ ગંભીર […]

Continue Reading

રાજ્યનાં આ બે જિલ્લા કોરોના સામેની જંગમાં જીત્યા, હવે નથી કોઇ કોરોના પોઝિટિવ દર્દી

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) કોરોનાનો (coronavirus) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર (Gandhinagar) અને ગીર સોમનાથ જિલ્લો (GirSomnath) કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે. ગાંધીનગરનાં મેયર રિટા પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 20 એપ્રિલ 2020 તારીખ સુધીમાં ગાંધીનગર કોરોનાથી […]

Continue Reading

99 વર્ષના રત્નાબાપાએ કર્યું CM ફન્ડમાં દાન, મોદી સાથે ફોન પર કરી આ વાત

માળિયાહાટીના-મેંદરડાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રત્નાબાપા ઠુમ્મરે પોતાની મરણમૂડીના ૫૧,૦૦૦ રૂપિયા ગુજરાતના મુખ્ય પ્રધાનને રાહત ફન્ડમાં દાન આપતાં દેશઆખો રત્નાબાપા પર ઓવારી ગયો હતો. રત્નાબાપાએ આપેલા દાનની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચતાં રત્નાબાપાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ગઈ કાલે લગભગ ત્રણ મિનિટ વાત કરી હતી. રત્નાબાપાએ નરેન્દ્ર મોદીને ફોન પર કહ્યું હતું કે તમે […]

Continue Reading

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા મારવાની સ્થિતિ,સિવિલ હોસ્પિટલ તંત્રએ સારી સુવિધાઓ મળતો હોવાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો

રાજ્યમાં કોરોના દર્દીઓ માટે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલમાં અમદાવાદના ગાંધીરોડના 25 પોઝિટિવ દર્દીઓને વોર્ડમાં જગ્યા જ નથી કહી 6 કલાક બહાર છુટા મૂકી દીધા હતા. હોસ્પિટલ કે સરકારી તંત્રએ કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. જેનો વીડિયો જાહેર થયા બાદ દોડતા થયેલા તંત્રએ તમામને વોર્ડમાં દાખલ કરી કામગીરી કરી […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 108 નવા કેસ, ચારના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 1851 સુધી પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસ પોતાનો આતંક દિવસેને દિવસે વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના હોટસ્પોટ ગણાતા અમદાવાદ અને સુરતમાં બે-બે મોત નિપજ્યા છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં રવિવારની સરખામણીએ આજે સોમવારના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે રાજ્યભરમાં કોરોનાના 354 કેસ નોંધાયા હતા જ્યારે સોમવારના દિવસે […]

Continue Reading

એરલાઈન્સ કંપનીઓ સામે DGCA લાલઘુમ, ફ્લાઈટ્સની ટિકિટોનું બુકિંગ બંધ કરવા હુકમ

એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સને આદેશ આપતા કહ્યું છે કે તેઓ 4 મે માટે ટિકિટોનું બૂકિંગ બંધ કરી દે કેમ કે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ક્યારથી શરૂ થશે તે માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનને વધારીને 3 મે સુધી કરી દીધું છે. નાગરિક ઉડ્ડયન […]

Continue Reading

આજથી માત્ર એવા વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટ મળશે જ્યાં કોરોનાના કેસ વધતા નથી; કેરળે રેસ્ટોરન્ટ ખોલવાનો નિર્ણય લીધો, કેન્દ્રએ વાંધો ઉઠાવ્યો

દેશભરમાં 3 મે સુધી ચાલુ લોકડાઉન વચ્ચે 20 એપ્રિલ એટલે કે સોમવારથી કોરોના ચેપ ફેલાતો ન હોય તેવા વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી રાહત આપવામાં આવશે. પરંતુ ત્યાંપણ 3 મે સુધી ટ્રેન, બસો અને ફ્લાઇટ્સ શરૂ થશે નહીં. એટલે કે 100 કરોડની વસ્તી 3 મે સુધી ક્યાંય મુસાફરી કરી શકશે નહિ.  હાલમાં દેશના 170 જિલ્લાઓ હોટસ્પોટ્સ એટલે કે રેડ ઝોન […]

Continue Reading

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂ઼ડી લૉકડાઉનમાં જરૂરિયાતમંદોને રાહત સામગ્રી વહેંચતી વખતે રાજકીય નિવેદન કરતા વિવાદમાં છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોમાં તેઓ રાહત સામગ્રી લેવા પહોંચેલી એક મહિલાને પૂછી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતમાં સારા નેતા કોણ છે? જવાબમાં મહિલા મોદીને સારા નેતા ગણાવે છે, તો બિધૂડી તેમને કહે છે […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની અફવા ફેલાવનાર વિરૂદ્ધ ગુનો દાખલ

સાયબર ક્રાઈમના સોશિયલ મોનિટરિંગ સેલમાં હાલમાં લોકોની સોશિયલ મીડિયાની એક્ટિવિટી પર વોચ રાખવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઇ અફવા ફેલાવે તેવા કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય તેવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન સાયબર […]

Continue Reading