કાબુલના નંગરહાર પ્રાંતમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બે બ્લાસ્ટ; 62ના મોત, 36ને ઈજા

નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી. સ્થાનિક પ્રશાસનના પ્રવકતા […]

Continue Reading

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા બની શકે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. શિવાનંદ ઝા પછીના સૌથી સિનિયર IPS છેલ્લા […]

Continue Reading

વડોદરામાં 72 વર્ષના મહિલા મેયરને ઘેરી લઈ ટપલીદાવ, અણછાજતાં વર્તનથી હેબતાઈ ગયેલા મેયર રડી પડ્યાં

શહેરમાં 10 મહિનાથી ચાલી રહેલી પાણીની સમસ્યા માટે પાલિકામાં વિરોધ કરવા માટે પહોંચેલી કોંગ્રેસના તોફાની કાર્યકરોએ 72 વર્ષીય મહિલા મેયરને સભાગૃહમાં જતા અટકાવીને ધક્કા મુક્કી કરીને સંસ્કારી નગરીની ગરિમા લજવી હતી.સયાજીરાવ સભાગૃહની બહાર પરિસરમાં પોલીસ અને સિકયુરિટીની હાજરીમાં મહિલા મેયર રડી પડે તે હદનુ કોંગ્રેસે કરેલા કૃત્યથી વધુ એક વખત સંસ્કારીનગરીના નાગરિકોનુ માથુ શરમથી ઝૂકી […]

Continue Reading

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ આવતીકાલથી, ટીમ ઇન્ડિયાની નજર પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા પર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શનિવારે રાંચી ખાતે રમાશે. આ મેચ જીતીને ભારત પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા માંગશે. ભારતે પહેલી ટેસ્ટમાં વિશાખાપટ્ટનમ ખાતે 203 રને અને બીજી ટેસ્ટમાં પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને મેચ જીતી હતી. ભારત અંતિમ ટેસ્ટ જીતે તો દ. આફ્રિકા સામે પહેલી વાર […]

Continue Reading

‘તારક મહેતા’ની રીટા રિપોર્ટર બનવાની છે મમ્મી, શીમંત પાર્ટીમાં કર્યું એન્જોય

સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રિટા રિપોર્ટર એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહૂજા બહુ જલ્દી મા બનવાની છે. જેની બેબી શાવર પાર્ટી હમણાં જ યોજાઈ, જેમાં સિરીયલની સ્ટારકાસ્ટ હાજર રહી હતી. જેમાં ગોલી એટલે કે કુશ શાહ અને જૂની સોનૂ એટલે કે નિધિ અગ્રવાલ પ્રિયા સાથે પોઝ આપતી જોવા મળી.

Continue Reading

ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા સરકારે આ કંપનીને કરી દીધી બ્લેકલિસ્ટ

ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ના ચૂકવાતા રાજ્યના કૃષિ વિભાગે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેક લિસ્ટ કરી છે.વર્ષ 2017માં બનાસકાંઠાના પીડિત ખેડૂતોને સમયસર પાક વીમાની રકમ ચૂકવાઈ નહોતી. આ મામલે ભારત સરકારે પણ મધ્યસ્થી કરી વીમા કંપનીને રકમ ચૂકવી દેવા જાણ કરી..પરંતુ કંપની દ્વારા બિનજરૂરી પુરાવાઓ અને દલીલો કરીને રકમ ચૂકવવામાં આનાકાની કરાતી હતી. આખરે […]

Continue Reading

અમેરિકી સાંસદો સામે ભારતે કાશ્મીર પર પાકિસ્તાનનાં જૂઠનો કર્યો પર્દાફાશ, આપ્યો મજબૂત જવાબ

કાશ્મીરનાં મુદ્દા પર ભારતે પાકિસ્તાનનાં તમામ પ્રોપગેંડાને ધ્વસ્ત કરી દીધા છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની કરતૂતો છોડતુ નથી. પાકિસ્તાનનો દાવો છે કે ભારત મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં હવે ‘હિંદુ ગીત’ ગાઈ રહ્યું છે. આ વાત અમેરિકી સાંસદોએ ભારતીય રાજદ્વારીનાં એક પ્રતિનિધિમંડળને કહી છે. અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષ વર્ધન શ્રીંગલાનાં નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિંડળે અમેરિકી સાંસદો સાથે […]

Continue Reading

INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમની મુશ્કેલીઓનો અંત નથી! 24 ઓક્ટોબર સુધી રહેશે કસ્ટડીમાં

પ્રાપ્ત માહિતી મુજબ કોર્ટે તેમને વેસ્ટર્ન ટોઈલેટ વાપરવાની તથા ઘેર બનેલું ભોજન ખાવાની મંજૂરી આપી છે. દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ તિહાડ જેલમાંથી ચિદમ્બરને કસ્ટડીમાં લીધા હતા. 21 ઓગસ્ટે સીબીઆઈ દ્વારા ધરપકડ થયા બાદ ચિદમ્બરમને તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હી કોર્ટના આદેશાનુસાર ઈડીએ ચિદમ્બરમ્ની બે કલાકની પૂછપરછ કરીને ધરપકડ કરી હતી. ચિદમ્બરમ્ની પૂછપરછ […]

Continue Reading

અયોધ્યા કેસના ચુકાદા પહેલા ચીફ જસ્ટીસે રદ કરી વિદેશયાત્રા

અયોધ્યામાં રામ જન્મભૂમિના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે. આ મામલાનો ચુકાદો 4 થી 17 નવેમ્બરની વચ્ચે આવશે તેવી અટકળો વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની વિદેશયાત્રા રદ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે અયોધ્યા વિવાદમાં સુનાવણી કરનાર બેન્ચનુ નેતૃત્વ પણ ગોગોઈ કરી રહ્યા છે. 17 નવેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા […]

Continue Reading

લંડનમાં રહેતા દંપતિએ 11 વર્ષના દતક પુત્રને ગુજરાતમાં મરાવી નાખ્યો જેથી સવા કરોડનો વીમો મળે

લંડનમાં રહેતા એક ભારતીય મૂળના દંપતિ પર આરોપ છે કે તેમણે તેમના દત્તક પુત્રની હત્યાનું કાવતરું રચ્યું હતું જેથી તેની મોત બાદ 1.3 કરોડ રૂપિયાની વીમાની રકમ મેળવી શકે. આરોપ 55 વર્ષીય આરતી ધીર અને 30 વર્ષના કવલ રાયજાદા પર છે જે પશ્વિમ લંડનના હેનવેલ વિસ્તારમાં રહે છે. દંપત્તિએ પોલીસના આરોપનો ઇનકાર કર્યો છે. તેમના […]

Continue Reading