ભાજપના કુલદીપ સેંગરે જ માર્ગ અકસ્માત કરાવેલો : પીડિતાનો આક્ષેપ

સીબીઆઇને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સેંગર મને મારી નાંખવાની ધમકી આપતો હતો. તેણે જ માર્ગ અકસ્માત કરાવ્યો હતો. 28 જુલાઇના રોજ રાયબરેલીમાં પીડિતાની કારને ભયંકર અકસ્માત નડયો હતો જેમાં તેના સબંધીઓ માર્યા ગયા હતા અને પોતે ગંભીર રીતે ઘાયલ થઇ હતી.હાલમાં પીડિતાને એઇમ્સના આઇસીયુમાં રાખવામાં આવી છે. ઘટનાની તપાસ સીબીઆઇ […]

Continue Reading

મિશન ચંદ્રયાન-2 / લેન્ડિંગના સમયે ખાસ હશે આ 4 કલાક, પછી 2 વર્ષ સુધી મળશે ફોટોઝ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ આજે સામે આવશે અને સાથે આ ક્ષણના સાક્ષી પીએમ મોદી પણ બનશે. પીએમ મોદી શુક્રવારે મોડી રાત સુધી બેંગલુરુના ઈસરો સેન્ટરમાં પહોંચશે. જ્યાં તેઓ શાળાના બાળકોની સાથે આ ક્ષણને માણશે. જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે નજીક આવી છે. એટલે તે આજે […]

Continue Reading

પી.ચિદમ્બરમનું નવું સરનામું જેલ નંબર 7 કોઈ પણ વિશેષ સુવિધા નહીં આપવામાં આવે

આઈએનએક્સ મીડિયા કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા પી. ચિદમ્બરમે તિહાડ જેલમાં રાત વિતાવી. તેમને જેલ નંબર સાતમાં રાખવામાં આવ્યા હતા. ચિદમ્બરમને રાત્રીના ભોજનમાં શાક, રોટલી અને દાળ પિરસ્વામાં આવી. ચિદમ્બરમની જેલમાં એન્ટ્રી ગેટ નંબર ચારથી કરાવવામાં આવી. જેલમાં લઈ જતા પહેલા તેમના તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેલમાં તેમને ચશ્મા, દવા અને સુરક્ષાની […]

Continue Reading

ઇમરાનની દુનિયામાં ફજેતી, લંડનમાં પાક. મંત્રીઓને કાશ્મીરીઓએ જ ડંડાવાળી કરતાં ઊંધી પૂંછડીએ ભાગ્યા

કાશ્મીર મુદ્દાને આગની જેમ ભડાકાવાની કોશિષ કરતા પાકિસ્તાન બધેથી પોતે જ દાઝ્યું છે. નફ્ફટ પાકિસ્તાનની તમામ ચાલ ઊંધી પડવાનો સિલસિલો યથાવત છે. કેટલાંય આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને લઇ તેને શરમિંદા થવું પડ્યું છે તેમ છતાંય નાપાક પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. મંગળવારના રોજ લંડનમાં થયેલા ભારત વિરોધી પ્રદર્શનમાં પણ પાકિસ્તાનની ઇજ્જત માટીમાં ભળી ગઇ […]

Continue Reading

કલમ 370 અનંત કાળ માટે ઘડાઈ જ નહોતી : શશી થરુર

લોકસભા સાંસદ અને કૉંગ્રેસના નેતા શશી થરુરે બુધવારે કહ્યું, “કૉંગ્રેસ અનુચ્છેદ 370ને અનંતકાળ સુધી અમલમાં રાખવાની તરફેણમાં નથી કારણ કે અનંત કાળ માટે તેની રચના જ થઈ નથી.” ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, “જે રીતે કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો એ બંધારણની ભાવનાનું ઉલ્લંઘન હતું.” “નહેરુજીએ પણ કહ્યું હતું કે જ્યાં […]

Continue Reading

INX મીડિયા કેસ / ચિદમ્બરમ માટે આજે ખાસ દિવસ, સુપ્રીમ કોર્ટ અને ટ્રાયલ કોર્ટ અલગ અલગ કેસમાં કરી શકે છે નિર્ણય

પૂર્વ વિત્તમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને માટે 5 સપ્ટેમ્બર 2019 અને ગુરુવારનો દિવસ ખાસ રહ્યો છે. મંગળવારે સોલિસિટર જનરલ તુષાર મેહતા તરફથી કહેવામાં આવ્યું કે પી ચિદમ્બરમની તરફથી સોમવારે જ અંતરિમ જામીન માટે અપીલ કરાઇ હતી. જેના પર રાઉજ અવેન્યૂ કોર્ટમાં સુનાવણી થવાની છે. આજે સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ કેસમાં જામીન રદ કરવા માટે […]

Continue Reading

ગૃહમંત્રી બનવા તલપાપડ જીતુ વાઘાણીથી અમિત શાહ નારાજ, નવેમ્બરમાં બદલાઈ શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ

ગુજરાત પ્રદેશ ભાજપમાં આમૂલ પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યાં છે. પારાવારિક પ્રસંગે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે સંગઠનને મુદ્દે ચર્ચા કરી શકે છે. સંગઠન પર્વ પૂર્ણ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ જશે. આગામી નવેમ્બર માસના અંત સુધીમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઇ શકે છે. […]

Continue Reading

હૉંગકૉંગની સરકાર વિવાદાસ્પદ પ્રત્યર્પણ-બિલ પરત લેશે

હૉંગકૉંગનાં નેતા અને ચીફ ઍક્ઝિક્યુટિવ કૅરી લૅમે જણાવ્યું છે કે તેઓ વિવાદાસ્પદ પ્રત્યર્પણ બિલને પરત લેવા માટે તૈયાર છે. આ બિલને કારણે છેલ્લા કેટલાક મહિનાથી હૉંગકૉંગમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. આ વિવાદાસ્પદ બિલને એપ્રિલમાં પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ગુનાહિત મામલાઓમાં આરોપીને ચીન મોકલી દેવાની જોગવાઈ હતી. આ બિલને જૂનમાં અટકાવી દેવાયું હતું, જોકે, લૅમે […]

Continue Reading

મુંબઈ પર વરસાદનો કહેર, આગામી 24 કલાક માટે રેડ એલર્ટ, શાળા-કોલેજો, ટ્રેન-વિમાન બંધ

માયાનગરી મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. વરસાદની સંભાવનાના કારણે આજે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વળી, ટ્રેન અને વિમાન સેવાઓ પણ બંધ રહેવાની સંભાવના છે. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાના કારણે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, સતત થઈ રહેલા વરસાદના કારણે માયાનગરીનું જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. […]

Continue Reading

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટને સીલ કરાશે રૂપિયા 3.36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી

કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે કે અમદાવાદ એરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી તે સીલ થઇ જાય તેવી નોબત આવી ગઈ છે. છેલ્લા ચાર વર્ષના વ્યાજ સાથે રૂ. ૩.૩૬ કરોડનો પ્રોપર્ટી ટેક્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભરપાઈ ન કરતા અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે રિકવરી માટે નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટનો […]

Continue Reading