વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા છોડવાના સસ્પેન્સ પરથી 16 કલાક બાદ પડદો ઉઠાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ સોશિયલ મીડિયા છોડવાના સંકેત આપ્યા હતા. પરંતુ હવે મંગળવારના રોજ ટ્વીટ કરીને મોદીએ પોતે કરેલા ટ્વીટ પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે સોમવારના રોજ ટ્વીટ કરીને સંકેત આપ્યા હતા કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બંધ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા છોડવાના ટ્વીટથી અનેક અટકળો વહેતી થઈ હતી. કેટલાક […]

Continue Reading

સંસદમાં ધક્કા-મુક્કીને લઈને સ્પીકર લાલઘૂમ, સાંસદ સભ્યોને આપી કડક પગલાંની ચીમકી

દિલ્હી હિંસાને લઈને સંસદમાં બીજા દિવસે પણ સંગ્રામ યથાવત્ છે. સાસંદો વચ્ચે ગઈકાલે ધક્કા-મુક્કી બાદ આજે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ ફરી હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદો દિલ્હી હિંસાને મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યા હતા, જ્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું. સ્પીકરે ગઈકાલના હોબાળા અને ધક્કા-મુક્કી પર વિપક્ષના સાંસદોને ચેતવણી આપતા […]

Continue Reading

8 માર્ચના રોજ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત: PM મોદી

સોશિયલ મીડિયા છોડવાની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટ્વિટ કરી કહ્યું કે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવાર પર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત હશે. પીએમ મોદીએ કહ્યું કે આઠ માર્ચના રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સમર્પિત હશે જેમનું જીવન અને કાર્ય આપણને પ્રેરિત કરે છે. તે મહિલાઓની કહાનીઓ લાખો […]

Continue Reading

કોરોના વાયરસ પર PM મોદીઃ ગભરાવાની જરૂર નથી, જણાવ્યા બચાવના ઉપાય

ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં આતંક મચાવી રહેલા કોરોના વાયરસ વિશે ભારતમાં પણ દહેશતનો માહોલ છે. આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી બેઠક કરી છે. પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને ભરોસો અપાવ્યો છે કે ગભરાવાની જરૂર નથી, ઘણા મંત્રાલય અને રાજ્ય આ મુદ્દે એક સાથે કામ કરી રહ્યા છે. ભારત આવી રહેલા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી […]

Continue Reading

દોષી પવનની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી, કાલે સવારે 6 વાગે ફાંસીનો સમય નક્કી કરાયો છે

સુપ્રીમ કોર્ટ સોમવારે નિર્ભયાના ચાર દોષિતોમાં સામેલ પવન ગુપ્તાની ક્યુરેટિવી પિટીશન ફગાવી દીધી છે. પવને ફાંસીને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી હતી. તેના વકીલ એપી સિંહે ઓપન કોર્ટમાં સુનાવણીની માંગણી કરી હતી. આ વિસે જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી 5 જજની બેન્ચે કહ્યું કે, સજા પર પુન:વિચાર વિશે કોઈ સવાલ જ ઉભો થતો નથી. હવે પવન […]

Continue Reading

ચીનમાં કોરોના વાઈરસના નવા કેસ ઘટવા લાગ્યા, ફેક્ટરીઓ-કારખાના ફરી શરૂ થવા લાગ્યા

ચીનમાં કોરોના વાઈરસના નવા કેસનું પ્રમાણ ઘટવા લાગ્યું છે, દેશ ધીમે ધીમે પૂર્વવત બનવા જઈ રહ્યો છો. સત્તાવાળાઓ અને કારોબારીઓ સંખ્યાબંધ પગલા ભરી રહ્યા છે, સ્થાનિક સરકારો કામદારો માટે બસોની વ્યવસ્થા કરી રહી છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને રોગના ચેપથી બચાવવા સમગ્ર હોટેલોથી લઈ ઘરો ખરીદી રહ્યા છે. કોરોના વાઈરસના સંક્રમણનું પ્રમાણ ઘટવાને લીધે આશરે […]

Continue Reading

દિલ્હી: અફવાના પગલે બાટલા હાઉસ વિસ્તારમાં નાસભાગ મચી, 1નું મોત

પાટનગર નવી દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં રવિવારે સાંજે કોઇએ હિંસાની અફવા ફેલાવતાં નાસભાગ મચી ગઇ હતી. એક યુવાનનું મૃત્યુ થયું હતું. તરત આ વિસ્તારમાં પોલીસ કુમક વધારી દેવામાં આવી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યા મુજબ બાટલા હાઉસ નજીકની એક મસ્જિદ પાસે હબીબુલ્લાહ શહાબ નામનો યુવાન બેહોશ થઇને ઢળી પડ્યો હતો. એને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયો જ્યાં […]

Continue Reading

કોરોના વાયરસ: ઈટાલીમાં ફસાયેલા 85 વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે મદદ માગી

ઈટાલીમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 34 લોકોના મોત થયા છે. ભારત ઈટાલીમાંથી પોતાના લોકોને દેશ પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં 85 ભારતીય વિદ્યાર્થીઓને એક અઠવાડિયાથી ક્વોરેન્ટાઈન (અલગ) કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ ભારત પરત ફરવા માટે વિમાનની ટિકિટ બુક કરાવી હતી પરંતુ કોરોનાના જોખમને કારણે દરરોજ ફ્લાઈટ રદ થઈ રહી છે. […]

Continue Reading

ગુજરાત સરકાર 2020-21માં 46,501 કરોડનું દેવું કરશે, વ્યાજ પેટે 23,871 કરોડ ચૂકવશે

ગુજરાત સરકાર વિવિધ હેતુ માટે દર વર્ષે હજારો-કરોડોનું નવું દેવું કરે છે. ૨૦૨૦-૨૧ના વર્ષમાં પણ સરકાર રૂ. ૪૬,૫૦૧ કરોડનું દેવું કરાશે. તેથી વર્ષાન્તે રાજ્યનું કુલ દેવું વધીને રૂ. ૨,૯૪,૨૬૮ કરોડને આંબી જશે. આમ, ગુજરાત સરકાર ૨૦૨૦-૨૧માં માસિક ૩૮૭૫ કરોડ અને દૈનિક રૂ. ૪૬૫ કરોડનું નવું દેવું કરશે. સરકારની માહિતી પ્રમાણે ૨૦૨૦-૨૧માં સરકારને કુલ ૨૩,૮૭૧ કરોડનું […]

Continue Reading

હોળી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડર સસ્તો થયો, સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 53 રૂપિયાનો ઘટાડો

હોળીના તહેવાર પહેલા સરકારે મોંઘવારીનો માર સહી રહેલી જનતાને ઘરેલું ગેસ સિલેન્ડરની કિંમતોમાં થોડી રાહત આપી દીધી છે. એટલે કે એક માર્ચથી કોઈપણ સબસિડી વાળો LPG સિલિન્ડર 805 રૂપિયા અને મુંબઈમાં 776 રૂપિયામાં મળશે. ગત વર્ષે ઓગસ્ટ બાદ આવું પહેલી વખત બન્યું છે, જ્યારે ગેસ સિલિન્ડરમાં ઘટાડો થયો છે. આ પહેલા 6 મહિનામાં તેની કિંમતોમાં […]

Continue Reading