વિશ્વ ઉમિયાધામ મંદિરની આજે સાંજે 4 વાગ્યે શિલાન્યાસ વિધિ, ગર્ભગૃહમાં 14 કિલો પંચધાતુ મિશ્રણથી શુદ્ધિકરણ

આજે શનિવારે વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ધામમાં ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે શિલાન્યાસ વિધિ કરાશે. આ પહેલા મંદિરના ગર્ભગૃહની 10 ફૂટ નીચે પંચધાતુનું મિશ્રણ શુદ્ધીકરણ માટે નખાયું હતું. સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતીનું 14 કિલોનું મિશ્રણ નખાવામાં આવ્યું હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. આ તમામ 14 કિલો ધાતુ 20થી વધુ દાતાના […]

Continue Reading

ગો એરની અ’વાદ-જયપુર ફ્લાઈટમાં કબૂતર ઉડ્યા, હોબાળો થયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના હતા તે સમયે અમદાવાદ એરપોર્ટને કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું હતું. તે સમયે અમદાવાદના એરપોર્ટ પર સતત ફટાકડા ફોડીને પક્ષીઓને દૂર ભગાડવામાં આવતા હતા જેથી ફ્લાઈટને બર્ડ હિટ ના થઈ શકે. ટ્રમ્પ ગયા બાદ તંત્ર ફરી રાબેતા મૂજબ થઈ ગયું હોવાનો એક બોલતો પુરાવો તાજેતરમાં જોવા મળ્યો છે. ગો એરની […]

Continue Reading

વૈષ્ણોદેવી સર્કલ પાસે 431 ફૂટ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, 11 હજાર મહિલાઓ જ્વારા યાત્રામાં જોડાશે

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાશે. આજે શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11 […]

Continue Reading

પેટ્રોલ-ડીઝલ પર ગુજરાતીઓના ખીસ્સામાંથી આટલા કરોડ ખંખેરે છે રૂપાણી સરકાર એટલે જ જીએસટીમાં નથી કરતી સમાવેશ

પેટ્રોલ-ડીઝલનો જીએસટીના માળખા હેઠળ સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા કોઇ રજૂઆત જ કરાઇ નથી તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું છે. 15 જાન્યુઆરી 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો જીએસટીનાં માળખામાં સમાવેશ કરવા અંગે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે કેમ તેવો સવાલ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે […]

Continue Reading

પાંડેસરા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ, ભીષણ આગ, એક કામદાર ત્રીજા માળેથી કૂદ્યો, કામદારો ફસાયા હોવાની આશંકા

સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા […]

Continue Reading

નાણામંત્રી નીતિન પટેલ આજે 20-21નું બજેટ રજૂ કરશે, રાહતોની શક્યતા ઓછી

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ ૨૬ ફેબ્રુ.ને બુધવારથી થશે. આ સત્ર ૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરું થશે. સત્રમાં કુલ ૨૨ દિવસનું કામકાજ અને ૨૨ બેઠક યોજાશે. સત્રના બુધવારના પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે. જે નાણાંમંત્રી તરીકે તેમનું ૮મું બજેટ હશે. ગુજરાતમાં સૌથી વધુ […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- 2 દિવસ શાનદાર રહ્યા, મોટેરા સ્ટેડિયમમાં મોદીનું નામ લીધું તો લોકો ખુશ થઈ ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. અહીં વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. મેલેનિયા અહીં થોડી મિનિટો રોકાયા હતા અને ત્યારપછી સરકારી સ્કૂલની મુલાકાતે જવા રવાના થઈ ગયા હતા. હાલ હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક ચાલી […]

Continue Reading

ખંભાતમાં રેલી હિંસક બની, પથ્થરમારો અને આગચંપી, RAF અને SRP પેટ્રોલિંગ

ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપી ગવારા ટાવર પાસે એકત્ર થયું હતું. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. જેને લઈને મામલો […]

Continue Reading

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં યુવકે ચાદર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે એક યુવકે લોકઅપમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોએ આ અંગે પોલીસ દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. લોકઅપમાં યુવકે ગળેફાંસો ખાઈ લીધો ત્યારે પોલીસને ખબર પણ ના પડી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. બહેરામપુરા ખાતે હિરાલાલની ચાલીમાં રહેતા જીગર […]

Continue Reading

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચાર કલાક માટે અમદાવાદ આવ્યા હતા. સવારે બરાબર 11.36 કલાકે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાને લઈને એર ફોર્સ વન પ્લેને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. એરપોર્ટ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત માટે પહોંચ્યા હતા. ટ્રમ્પ સવારે 11.58 કલાકે પ્લેનમાંથી નીચે ઉતર્યા હતા જ્યાં લાલ જાજમ બિછાવી તેમનું સ્વાગત […]

Continue Reading