બોપલમાં 32 વર્ષ જૂની જર્જરિત ટાંકી પડી તો 6 મહિના જૂના એન્જિનિયરને સસ્પેન્ડ કરી સંતોષ માણ્યો

અમદાવાદઃ બોપલ-ઘુમા નગરપાલિકાના બિલ્ડીંગની બરાબર પાછળના ભાગમાં 50 હજાર લિટરથી વધુની કેપેસિટી ધરાવતી 32 વર્ષ જૂની જર્જરિત ટાંકી આજે ધસી પડી તે હોનારત કુદરતી નહીં પણ માનવસર્જિત હોવાનું બહાર આવ્યું છે. આ ટાંકી તદ્દન જર્જરિત હાલતમાં હતી અને તેને ઉતારી લેવાની કેટલીય વખત મૌખિક રજૂઆત નગરપાલિકાના સત્તાધીશોને કરાઈ હતી. આમ છતાં તેને ઉતારી લેવાને બદલે […]

Continue Reading

વડોદરાના ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં નવા એડવાન્સ ટ્રોમા સેન્ટરનો આરંભ

વડોદરા ઉપરાંત આસપાસના રાજ્યોના દર્દીઓને છેલ્લા પાંચ દાયકાથી શ્રેષ્ઠ સારવાર આપી રહેલા એલેમ્બિક જૂથ સંચાલિત ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં આજથી નવા એડવાન્સ ટ્રોમા સેન્ટરનો આરંભ કરવામાં આવ્યો છે. એલેમ્બિક જૂથના ચેરમેન ચિરાયુ અમીનના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને બીએજીએચના વિસ્તૃતીકરણ પ્રોજેક્ટને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. વિસ્તૃતીકરણ પ્રોજેક્ટમાં ન્યુ એજ એડવાન્સ ક્રીટીકલ કેર યુનિટ અને નવા ઓપરેશન […]

Continue Reading

રાજકોટની નજીક સૌની યોજનાની પાઇપલાઈન 15 ફૂટ જમીનની બહાર આવી ગઈ !

રાજકોટના લોધિકા નજીક એક અજબ ઘટના સામે આવી છે. તાલુકાના અભેપર ગામની સીમમાં ગત વર્ષે સૌની યોજનાની પાઇપલાઇન નંખાઈ હતી. આ પાઇલલાઇન હાલ 15 ફૂટ જેટલી બહાર આવી હોવાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં પાઇપલાઇન જમીનથી ૧૫ ફૂટ જેટલી બહાર જોવા મળી રહી છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સૌની […]

Continue Reading

પાણીનો ભરાવો થતા ભાવનગર-અમદાવાદ હાઈવે તોડવાની ફરજ પડી

ગઈકાલે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ભાવનગર-ધોલેરા-અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. હાઈવેની બંન્ને બાજુ પાણી ભરાયા તેમજ હાઈવે ઊપરથી પણ પાણી વહી રહ્યું હતું ત્યારે હવે આ પાણીનો નિકાલ કરવા માટે તંત્રને ના છૂટકે હાઈવે તોડવાની ફરજ પડી છે. હાલ માઢિયા નજીક ભાવનગર-અમદાવાદ હાઈવે તોડવામાં આવ્યો છે જેની સીધી અસર વાહન […]

Continue Reading

12 ઓગષ્ટે અમદાવાદમાં વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી ઉજવાશે, વાંચો તેમના જીવનના પ્રેરક કિસ્સાઓ

અમદાવાદ: ભારતની સ્પેસ ક્રાંતિના જનક ડૉ. વિક્રમ સારાભાઇની 12 ઓગષ્ટના જન્મતિથી છે. આ પ્રસંગે 12 તારીખે અમદાવાદમાં તેમનો જન્મ શતાબ્દી સમારોહ યોજવામાં આવશે. ઇસરો અને એટમિક એનર્જી કમિશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ શરુ થશે. તે અંતર્ગત એક વર્ષ સુધી તેમના સન્માનમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે divyabhaskar.com પર વાંચો તેમના જીવન સાથે જોડાયેલા […]

Continue Reading

ફિલ્મ જગતનાં દરિયામાંથી ‘બેસ્ટ ફીચર ફિલ્મ’નો મોતી લઇને આવી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’

66માં રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ મેદાન માર્યું. બોલીવુડ જેવી વિશાળ ઇન્ડસ્ટ્રીની ‘અંધાધૂન’, ‘બધાઈ હો’, ‘ઉરી’ જેવી ફિલ્મો તેમજ અન્ય ભાષાઓની ફિલ્મો સાથેની દોડમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’એ ‘બેસ્ટ ફીચર ફિલ્મ’નો એવૉર્ડ જીતીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઓળખ મજબૂત કરવાનું કામ કર્યું છે. રાષ્ટ્રિય પુરસ્કાર જીતતાની સાથે જ લોકોમાં આ ફિલ્મ વિશે જાણવાની અને જોવાની ઉત્સુક્તા […]

Continue Reading

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ

અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત વરસાદનું રૌંદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાતભર સમગ્ર શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5 ઈંચથી વધુ જ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ સરખેજમાં પડ્યો હતો. સરખેજમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો […]

Continue Reading

ગુજરાતમાં 19ના મોત-6 હજારનું સ્થળાંતર, સૌરાષ્ટ્ર-કચ્છમાં તારાજી, આર્મી-એરફોર્સ, NRDF-SDRF ખડેપગે

અમદાવાદઃ દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આજે(10 જૂલાઈ) સવારથી સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે […]

Continue Reading

વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી 30 ફૂટ થઇ, 6 બ્રિજ વાહનો, લોકોની અવર-જવર માટે બંધ કરાયા

વડોદરા: આજે શનિવાર રાત્રે 12 વાગ્યે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે પહોંચતા શહેરના 6 બ્રિજ વાહનો તથા લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે. રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા ખાતે 30 ફૂટ નોંધાઇ હતી. જ્યારે આજવા ડેમની સપાટી 212 ફૂટ હતી. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા ફરી એક […]

Continue Reading

ગુજરાતમાં સર્વત્ર વરસાદ, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડા જિલ્લાના મહુધામાં 11 ઇંચ તેમજ ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પૂરને લીધે ભારે તબાહી થઈ છે. તામિલનાડુમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે. ગુજરાતમાં ભારે વરસાદની અસરને પગલે અનેક ટ્રેનો રદ […]

Continue Reading