લખનઉમાં કોરોનાનો પહેલો કેસ પોઝિટિવ, પટણામાં ચાર સંદિગ્ધ કેસ

ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં કોરોના વાયરસના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 61 થઈ ગઈ છે. કેનેડાથી લખનઉ પોતાના સંબંધીને મળવા માટે આવેલી મહિલામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે, મહિલાના પતિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.  કેનેડાથી ભારત આવેલી આ મહિલાને કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. આ […]

Continue Reading

કોરોનાવાયરસની દહેશત : ઈઝરાયેલી PM પછી હવે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ પણ કહ્યું ‘નમસ્તે’

કોરોનાવાયરસ ની દહેશત સમગ્ર દુનિયામાં યથાવત છે. અત્યાર સુધી 60થી વધુ દેશોમાં 1,21,161નાં દર્દીઓની ઓળખ થઈ છે. ડોક્ટરોનું માનવું છે કે આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાના કારણે થાય છે. આ કારણ છે કે હવે લોકો હસ્તધનૂન કરવાની જગ્યાએ ભારતીય પદ્ધતિ નમસ્તેથી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. સૌથી પહેલા ઈઝરાયેલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ પોતાના દેશના લોકોને […]

Continue Reading

દુનિયામાં હયાત માત્ર 3 સફેદ જિરાફમાંથી 2ની શિકારીઓએ હત્યા કરી નાંખી

2017માં એક જિરાફ અને તેના બચ્ચાની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. કારણકે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહી પણ એકદમ સફેદ રંગના હતા. જોકે હવે દુખદ અહેવાલ એવો છે કે, આવા માત્ર ત્રણ જિરાફ પૈકી માદા અને તેના બચ્ચાની શિકારીઓએ હત્યા કરી નાંખી છે. ઉત્તર પૂર્વી કેન્યાના એક ગામમાં તેમના શબ મળી આવ્યા […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે ભાજપમાં જોડાશે, રાજ્યસભા મોકલાયા પછી કેન્દ્રમાં મંત્રીપદ મેળવે તેવી શક્યતા

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા હવે 2 વાગ્યે ભાજપમાં સામેલ થશે. પાર્ટી જોઈન કરાવવા માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ હાજર રહેશે. બીજી તરફ ગ્વાલિયર-ચંબલ પ્રાંતના લોકો ઈચ્છે કે સિંધિયા ભાજપમાં સામેલ ન થઈને અલગ પાર્ટી બનાવે. જ્યોતિરાદિત્ય ગુરુવારે સાંજે 4 વાગે ભોપાલ પહોંચશે. બાદમાં શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન […]

Continue Reading

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસનો પણ કોરોના વાઇરસની ઝપેટમાં

ચીન બાદ વિશ્વના અનેક દેશોમા કોરોના વાઈરસે દેખા દીધી છે. ત્યારે બ્રિટનના સાંસદ અને સ્વાસ્થ્ય મંત્રી નદિન ડૉરિસનો પણ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે મંગળવારે આપેલા એક નિવેદનમા જણાવ્યુ હતુ કે, મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને હું મારા પરિવારથી અલગ રહુ છું. મંત્રી નદિન કઈ રીતે અને ક્યાં વાઈરસના સંપર્કમા […]

Continue Reading

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં F-16 વિમાન ક્રેશ. વિંગ કમાંડરનું મોત

પાકિસ્તાન એરફોર્સનું એફ16 વિમાન ઈસ્લામાબાદના શકરપારિયાં ખાતે ક્રેશ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના મતે આ વિમાન 23 માર્ચના પરેડ દિવસ અગાઉ તેના રીહર્સલ દરમિયાન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર પાયલટ વિંગ કમાંડર નૌમન અક્રમનું મોત થયું હોવાની પુષ્ટિ મીડિયા દ્વારા થઈ છે.   પાક. એરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે નુકસાન અંગે તપાસ કરી રહ્યા છીએ. […]

Continue Reading

કોરોના ઈફેક્ટ : IPL 2020ના આયોજન પર સંકટના વાદળો ઘેરાઈ શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર સંકટના બાદળો ઘેરાવાના શરૂ થયા છે. એડવોકેટ જી એલેક્સ બેંઝિગરે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને કોરોના વાયરસને લીધે આઈપીએલનું આયોજન રદ કરવા માંગ કરી છે. એડવોકેટે પોતાની અરજીમાં અપીલ કરી છે કે હાઈકોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તે બીસીસીઆઈને આઈપીએલનું આયોજન નહીં કરવાનું ફરમાન જારી કરે. આ વર્ષે […]

Continue Reading

આઠ મહિનામાં પ્રથમ વખત પેટ્રોલનો ભાવ 71ની નીચે

છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વખત પેટ્રોલના ભાવ 71 રૂપિયાના નીચે જતા રહ્યાં છે. સઉદી અરેબિયા અને રશિયા વચ્ચે શરૂ થયેલા ઓઇલના વેપાર યુદ્ધથી ભારતને ફાયદો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને સઉદી અરેબિયા વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 31 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ભારત પોતાની જરૂરિયાતના 84 […]

Continue Reading

ઈટલીમાં 24 કલાકમાં 97 લોકોના મોત; ઈઝરાયલમાં બહારના પર્યટકો 2 સપ્તાહ દેખરેખ હેઠળ રહેશે

ઈટલીમાં 24 કલાકમાં 97 લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી મૃતકોની સંખ્યા 463 થઈ ગઈ છે. ચીન બાદ અહીંયા સૌથી વધારે લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમણના 7985 કેસ સામે આવી ચુક્યા છે. બીજી બાજુ ઈઝરાયલથી આવેલા તમામ યાત્રિઓને બે સપ્તાહ સુધી ક્વરૈન્ટાઈન(અલગ અલગ) કરવામાં આવશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે આ […]

Continue Reading

કેરળમાં 6 નવા સંક્રમિત મળ્યા, દેશમાં 53 કેસની પુષ્ટી; વાયુસેનાનું વિમાન ઈરાનથી 58 યાત્રિઓને લઈને પહોંચ્યું

કેરળમાં મંગળવારે કોરોના વાઈરસના 6 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 53 કેસોની પુષ્ટી થઈ ચુકી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ અંગેની માહિતી આપી હતી. કેરળમાં હવે સંક્રમણના 12 કેસ સામે આવી ચુક્યા છે. વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર મંગળવારે સવારે ઈરાનથી 58 ભારતીય નાગરિકોના પહેલા ગ્રુપને લઈને ગાઝિયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી ગયું છે. […]

Continue Reading