7 વર્ષ સુધી કામ કરશે Chandrayaan 2નું ઓર્બિટર, ઈસરોએ કર્યો દાવો

ચંદ્ર પર વિક્રમ લેંડર પડી ગયું હોવાની ઘટના બન્યા બાદ વૈજ્ઞાનિકો સતત તેની સાથે સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિક્રમ લેંડર સાથે સંપર્ક થઈ શકશે કે નહીં તે વિશે હાલ કંઈ જ કહી શકાય તેવી સ્થિતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન ડો કે સિવનએ દાવો કર્યો છે કે ચંદ્રયાન 2નું ઓર્બિટર ચંદ્રની ચારે […]

Continue Reading

UNHRC સત્રમાં એક્ટિવિસ્ટ સેરિંગે ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું

પાકિસ્તાન વિશ્વના દરેક મંચ પર કાશ્મીર મુદ્દો વાગોળી ભારત વિરુદ્ધ કુપ્રચારના પેંતરા કરી રહ્યું છે. જો કે હવે પરિસ્થિતિ એવી ઉદભવી છે કે, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને વિશ્વ સમુદાયની આંખો ખોલવાનું કામ પણ કરી રહ્યા છે. જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની 42મી […]

Continue Reading

ટ્રાફિક નિયમ માત્ર આવક માટે નથી, લોકોનું જીવન બચાવવા માટે છે : ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નવા ટ્રાફિક નિયમો અંગે જણાવ્યું છે કે, આ લોકોના જીવન બચાવવાનો પ્રયાસ છે. રાજ્ય સરકારો દ્વારા દંડની રકમમાં ઘટાડો કરવાના નિર્ણય અંગે તેમણે જણાવ્યું છે કે, આ મુદ્દે મારે એટલું જ કહેવું છે કે દંડની રકમ રાજ્ય સરકારોને જ મળશે. રાજ્ય સરકાર દંડની રકમમાં ઘટાડો કરવા માગે છે તો તે […]

Continue Reading

બંગાળમાં નહી લાગુ થાય નવો મોટર વ્હીકલ એક્ટ: મમતા બેનરજી

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, ટીએમસી પ્રમુખ મમતા બેનરજી અને બીજેપી વચ્ચે થયેલા રાજકીય વિવાદો વચ્ચે કેન્દ્ર સરકારે લાગુ કરેલો નવો મોટર વ્હીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગૂ નહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મમતા બેનરજીએ નવા ટ્રાફિક નિયમનો વિરોધ કરતા તેને રાજ્યમાં લાગૂ નહી કરવા કેન્દ્ર સરકારને પડકારી છે. તેમણે કહ્યું હતુ કે કેન્દ્ર […]

Continue Reading

PM મોદીને મળેલી 2700 ભેટ-ઉપહારની ઓનલાઇન હરરાજી કરાશે, ન્યૂનતમ કિંમત છે આ

વડાપ્રધાન નરેેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ભેટ-સૌગાદો મળે છે. પીએમ મોદી જ્યારે પણ કોઇ દેશનો પ્રવાસ કરે છે ત્યારે તેમને અચૂક જે-તે રાષ્ટ્રનાં વડા તરફથી ઉપહાર આપવામાં આવે છે. જો કે પીએમ મોદીને મળતી ભેટ-ઉપહારની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2,700થી વધુ મળેલા ઉપહારોની 14 સપ્ટેમ્બરે ઓનલાઇન હરરાજી કરવામાં […]

Continue Reading

કાશ્મીર ભારતનો જ ભાગ છે : યુનોમાં પાક.નું કબૂલાતનામું

ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ઠેર ઠેર રખડી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન, રશિયા, ઈસ્લામિક દેશો સહિત દરેક જગ્યાએથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કોઈનો પણ ટેકો નહીં મળવા છતાં પાકિસ્તાને હાલ જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, […]

Continue Reading

કલમ 370 : કાશ્મીર અંગે ભારતે લીધેલા નિર્ણયનો ચીન કેમ વિરોધ કરે છે?

ભારત સરકારે કાશ્મીરને આપેલો વિશેષ દરજ્જો પરત લઈ લીધો છે, જેનાથી ચીનનાં ભવાં ચડી ગયાં છે. ગત અઠવાડિયાથી વિવિધ નિવેદનો દ્વારા ચીન પોતાનો વિરોધ જાહેર કરી રહ્યું છે. ગત પાંચ ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈને નાબૂદ કરી નાખી હતી. આ પછી એક કાયદો પસાર કરીને […]

Continue Reading

સરકારના 100 દિવસ: રોકાણકારોના 12.5 લાખ કરોડ રુપિયા ડૂબ્યા

30મે 2019ના રોજથી મોદી સરકારનો બીજો કાર્યકાળ શરુ થયાના 100 દિવસ પછી રોકાણકારોના 12.5 લાખ કરોડ રુપિયા ડૂબી ગયા છે. સોમવારે શેર માર્કેટ બંધ થવાના સમયે BSEમાં લિસ્ટેડ કંપનીઓની બજાર કિંમત 1,41,15,316.39 કરોડ રુપિયા હતા, જ્યારે મોદી સરકારે સત્તા સંભાળ્યાના એક દિવસ પહેલા આ બજાર કિંમત 1,53,62,936.40 કરોડ રુપિયા હતી. 30મેથી અત્યાર સુધી BSEનો સૂચકાંક […]

Continue Reading

ઓટો સેક્ટરમાં મંદી માટે OLA અને UBER પણ જવાબદાર: નાણામંત્રી

ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદી હેટળ ઘણી કંપનીઓએ તેમનું ઉત્પાદન બંધ કરી દીધુ છે તો હજારો-લાખોએ નોકરીથી હાથ ધોવા પડ્યા છે. એવામાં નાણામંત્રી સીતારમને ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના માઇન્ડસેટમાં થયેલા ફેરફાર અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ જણાવ્યું કે, ઓટો સેક્ટરની હાલત માટે ઘણા ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફીથી સંકળાયેલી બાબતો અને […]

Continue Reading

હવે 20 સપ્ટેમ્બરે નહીં પણ વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલુ રાફેલ

ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન રાફેલની ડિલિવરી હવે બે સપ્તાહ મોડી મળશે. પહેલા ભારતને રાફેલ વિમાનો મળવાની શરૂઆત 20 સપ્ટેમ્બરથી થવાની હતી.તેની જગ્યાએ હવે આ વિમાન બનાવનાર ફ્રાન્સની કંપની રાફેલે બે સપ્તાહ મોડી એટલે કે 8 ઓક્ટોબરે ભારતને વિમાન ડિલિવર કરવાની જાહેરાત છે. પહેલુ વિમાન સ્વીકારવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સ જશે.યોગાનુયોગ 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ […]

Continue Reading