આજથી 2 દિવસની કર્ણાટક મુલાકાતે PM મોદી, ખેડૂતોને મળશે નવા વર્ષની ગિફ્ટ

PM મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. અહીં વડા પ્રધાન મોદી ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન આજે તુમ્કુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, ત્યાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. 3 જાન્યુઆરીએ વડા પ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉપસ્થિત રહેશે. આ […]

Continue Reading

બંગાળમાં ચૂંટણી પહેલા જ અમિત શાહ બંગાળી શીખવા લાગ્યા, શાસ્ત્રીય સંગીતની પણ તાલીમ લીધી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને હજી એક વર્ષ બાકી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અત્યારથી જ બંગાળની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. અમિત શાહ અત્યારે બંગાળી ભાષા શીખી રહ્યાં છે. આ માટે શાહે એક શિક્ષક પણ રાખ્યાં છે. કોશિશ એવી છે કે ભાજપ અધ્યક્ષ ઓછામાં ઓછી આ ભાષાને સમજી શકે અને પશ્ચિમ બંગાળની સભાઓમાં પોતાના ભાષણની […]

Continue Reading

ફડણવીસનો કટાક્ષ – શિનસેનાના નેતૃત્વવાળી સરકારને દિલ્હીથી ‘માતોશ્રી’ કંટ્રોલ કરશે, મુંબઈથી નહીં

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની ગઠબંધનવાળી સરકાર પર કટાક્ષ કર્યો છે. ફળણવીસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારને દિલ્હીથી ‘માતોશ્રી’ કંટ્રોલ કરશે, મુંબઈની માતોશ્રી નહીં. જ્યારે તેઓ થોડા દિવસોમાં પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરતા હતા ત્યારે આ કહ્યું હતું.

Continue Reading

આગામી પાંચ વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

સરકાર આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે ૧૦૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ટાસ્ક ફોર્સનો રિપોર્ટ જાહેર કરતાં પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે આ અંગેની વિગતો જાહેર કરી છે. સીતારમણના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાવર, હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઈ અને ડિજિટલ સેક્ટર સાથે જોડાયેલા હશે. વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસે નિર્મલા સીતારમણે જાહેર કરેલા આ […]

Continue Reading

2020માં દેશને બદલવા માટે લોકોના પ્રયાસો શરૂ રહેશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, અમને આશા છે કે, 2020 ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકો દ્વારા સંચાલિત પ્રયાસોની નિરંતરતાના પ્રતિક હશે. આ વાત વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક અન્ય યૂઝર દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વર્ષ 2020ના ગીતને રિટ્વીટ કરતા કહ્યું. વર્ષ 2020ના ગીતમાં દેશની ઉપલબ્ધીઓની ચર્ચા કરવામાં […]

Continue Reading

J&K: પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા, ઓગષ્ટથી નજરકેદમાં હતા

ગત ઓગષ્ટ મહિનાથી નજરકેદમાં રાખવામાં આવેવા જમ્મુ-કાશ્મીરના નેતાઓ પૈકી પાંચ પૂર્વ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યનો વિશેષ દરજ્જો હટાવ્યાથી અત્યાર સુધી તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને હજુ પણ નજરકેદમાં જ રાખવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, રવિવારે પીડીપીએ જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક નેતાઓની આઝાદી માટે ફરી […]

Continue Reading

ઈતિહાસમાં પહેલીવાર CMએ જનતા સાથે બદલો લેવાની વાત કરી: પ્રિયંકા ગાંધી

નાગરિકતા સંશોધન કાનૂનને લઈને સમગ્ર દેશમાં વિરોધ અને સમર્થન થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયેલું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસ હેડ ક્વાટર લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે. અમે કહ્યું છે કે, પ્રદેશની સરકારે પોલીસ દ્વારા અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે. યોગી આદિત્યનાથના […]

Continue Reading

મોદી સરકાર સામે એકજુથ થવા નિકળેલા વિપક્ષના નેતાઓની સોરેનના સમારોહમાં ખુલી ગઈ પોલ

ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પ્રમુખ હેમંત સોરેને રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતાં. સોરેન 2013 બાદ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ઝારખંડના 11મા સીએમ સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સાથે જ પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ શામેલ થયા હતાં. આ સમારોહમાં ભારતીય કમ્યૂનિસ્ટ […]

Continue Reading

હેમંત સોરેન બન્યા ઝારખંડના CM, કોંગ્રેસના 2, RJDના 1 MLAએ લીધા મંત્રી પદના શપથ

JMMના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયા. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા.  સીએમ હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ […]

Continue Reading

પ્રિયંકા ગાંધીને લઈ જતા કોંગ્રેસના નેતાની સ્કૂટીને ટ્રાફિક પોલીસે 6100 રૂપિયાનું ચલણ આપ્યું

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શનિવારે સાંજે સ્કૂટી પર બેસાડીને નિવૃત્ત IPS અધિકારી દારાપુરીના ઘરે લઈ ગયા હતા તેમને લખનઉ ટ્રાફિક પોલીસે રૂપિયા 6100નું ચલણ આપ્યું છે. આ સ્કૂટી રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ધિરજ ગુર્જર ચલાવી રહ્યા હતા. પોલીસના મતે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાથી રૂપિયા 2500, હેલમેટ વગર ગાડી ચલાવવા બદલ રૂપિયા 500, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા […]

Continue Reading