પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તિહાર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. INX Media કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એમના જામીન મંજૂર કરતા તેમને રાહત આપી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને એમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ચિદંબરમ ગુરુવારે પત્રકારો સાથે વાત કરશે. પિતાના લેવા માટે જેલ બહાર આવેલા પુત્ર કાર્તિએ તેમની મૂક્તિ પર આનંદ વ્યક્ત કર્યો હતો.
પૂર્વ નાણામંત્રીને આ શરતો પર જામીન મળ્યા
-ચિદંબરમનો પાસપોર્ટ જપ્ત રહેશે
-વિદેશ યાત્રા નહીં કરી શકે
-મીડિયા સાથે વાતચીત પર પ્રતિબંધ
-સાક્ષીઓને પ્રભાવિક કરવાના પ્રયત્ન નહી કરે
-પૂરાવા સાથે છેડછાડ નહી કરે
ચિદંબરમને જામીન મળ્યા પછી કોંગ્રેસે દાવો કર્યો હતો કે, તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો ખુલાસો ભવિષ્યમાં થશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજને પણ દાવો કર્યો હતો કે ચિદંબરમની ધરપકડ કરવા માટે સીબીઆઇના લોકોએ તેમના ઘરે એવી રીતે દરોડા પાડ્યા કે જાણે ઓસામા લાદેનના સંબંધીના ઘરે ગયા હોય.
અધીર રંજને દાવો કર્યો હતો કે ચિદંબરમ આ સરકારની ટીકા કરતા આવ્યા હતા જે સરકારને પસંદ ન હતું. તેમનું મોં બંધ કરવા માટે તેમની ધરપકડ કરવામાં આવી.

