પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ અને તેના પતિ રોહિત મિત્તલ અલગ થવા જઈ રહ્યા છે. આ કપલે 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા એક વર્ષ પણ તેમનો સંબંધ ન ટક્યો. શ્વેતાએ કહ્યુ કે હવે વધારે તે તેના પતિ સાથે નહી રહી શકે. શ્વેતાએ એક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી.
શ્વેતા બસુ પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના પતિ રોહિત મિત્તલથી અલગ થવાનું એલાન કરી દીધુ છે. શ્વેતાએ એક લાંબી નોટ લખીને સારા સમયને યાદ કરી ધન્યવાદ આપી કહ્યુ છે કે આવનારા ભવિષ્ય માટે તને શુભકામના.
શ્વેતાએ લખ્યુ કે રોહિત મિત્તલ અને મે સમજી વિચારીને અલગ થવાનો નિર્ણય કર્યો છે. ખુબજ વિચાર કર્યા પછી આ નિર્ણય કર્યો છે. દરેક પુસ્તકને તેના કવરથી નક્કી ન કરી શકાય તેમ સંબંધોમાં પણ એવું જ હોય છે કે રોહિત સાથે જે સમય વિતાવ્યો તે સારો રહ્યો અમારા બંનેના ભવિષ્ય માટે સાથે રહેવુ મુશ્કેલ હતુ આથી અમે આ નિર્ણય કર્યો. રોહિતે જે સાથ આપ્યો તે માટે તેનો આભાર માનું છુ.
શ્વેતા અને રોહિતની દોસ્તી પાંચ વર્ષ સુધી ટકી હતી ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બે વર્ષ સુધી લીવ ઈનથી રહ્યા બાદ 2017માં તેમણે સગાઈ કરી લીધી. ફેન્ટમ ફિલ્મથી તેઓની મુલાકાત થઈ હતી.
શ્વેતાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 2002માં મકડી ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી હતી. ઈકબાલ, વાહ લાઈફ હો તો એસી, ડરના જરૂરી હે જેવી ફિલ્મો કરી. શ્વેતાએ તાશ્કંદ ફાઈલમાં ખુબજ પ્રશંસા મેળવી હતી.

