‘કબીર સિંહ’ની અભૂતપૂર્વ સફળતા પછી શાહિદ કપૂર હવે રૂપિયા 21 કરોડ નહીં પણ 35 કરોડ ફી લેશે

ફિલ્મ જગત

શાહિદ કપૂરને ફિલ્મ ‘કબીર સિંહ’ની સફળતાએ રાતોરાત એનું સ્તર વધારી દીધું છે. આ ફિલ્મેે ફક્ત ૧૯ જ દિવસમાં રૂપિયા ૨૪૩. ૧૭ કરોડનો બિઝનેસ કરી નાખ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પરના ઘણા રેકોર્ડસ તોડી નાખ્યા છે. હવે શાહિદ પોતાની આ સફળતાનો લાભ લઇને પોતાના મહેનતાણામાં અનેકગણો વધારો કરી દીધો છે.

પહેલા એવી વાત હતી કે, એક ફિલ્મ માટે રૂપિયા ૧૦ થી ૧૨ કરોડ લેનારો શાહિદ હવે રૂપિયા ૨૧ કરોડ લેવાનો છે. પરંતુ તાજા રિપોર્ટના પ્રમાણે ‘કબીર સિંહ’ની સફળતા પછી શાહિદ પોતાના મહેનતાણાની રકમમાં ધરખમ વધારો કરી રહ્યો છે. હવે તે એક ફિલ્મ માટે રૂપિયા ૨૧ કરોડ નહીં પરંતુ ૩૫ કરોડ વસૂલવાનો છે.

જો આ વાત સાચી હોય તો, શાહિદ બોલીવૂડના હાઇએસ્ટ પેડએકટર્સની લિસ્ટમા સામેલ થઇ જશે. શાહિદે હાલ પોતાની ફિલ્મની સફળતા માટે તેના ચાહકનો આભાર માનતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી હતી.

શાહિદની સફળતાથી પ્રભાવિત થઇને કરણ જોહર અને રામ માધવાનીએ તેનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મ સાઉથની એક ફિલ્મની રીમેક હશે. જેની વાર્તા ક્રિકેટની આસપાસ ફરતી હશે.